Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

રાજકોટમાં સીઆઈઆઈ વેસ્ટર્ન ગુજરાત ઝોનલનું વાર્ષિક સંમેલન

જયોતિ સીએનસીના પરાક્રમસિંહ જાડેજા સહિતના ટોચના ઉદ્યોગપતિઓની હાજરી

રાજકોટઃ કોન્ફેડેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (સીઆઈઆઈ)ના વેસ્ટર્ન ઝોન દ્વારા વેર્સ્ટન ઝોનલ એન્યુઅલ ડે-૨૦૨૦નું આયોજન રાજકોટ ખાતે હોટલ સીઝન ખાતે કરવામાં આવ્યું હતું.

આ સંમેલનના ભાગરૂપે લીડરશીપ કોન્ફરન્સ ''લીડરશીપ કનેકટઃ લીડીંગ ફોર ટ્રાન્સફોર્મશન ટૂમોરો પણ યોજાએલ. આ ઈવેન્ટમાં સીઆઈઆઈને ઈપીપી કમ્પોઝિટ્સ પ્રા.લિ., ગેલેકસી બેરીંગ્સ લિમીટેડ, જયોતિ સીએનસી ઓટોમેશન લિમીટેડ, હોલાની બેરીંગ્સ પ્રા.લિ., માઈક્રોસાઈન પ્રોડકટસ, સ્ટીલ કાસ્ટ લિમીટેડ, ફીઓટેકસ કોટસ્પીન પ્રા.લિ.ઈમ્પેટ્સ પ્રોલીફિક પ્રા.લિ. અને વિ.કે.એન્જિટેક પ્રા.લિ.નો સહયોગ મળ્યો હતો.

આ લીડરશીપ કોન્ફરન્સમાં સીઆઈઆઈ ગુજરાત સ્ટેટ કાઉન્સિલના ચેરમેન શ્રી રાજુભાઈ શાહ, જેબીએસ ગ્રુપ ઓફ કંપનીઝના પાર્ટનર શ્રી સમીરભાઈ શાહ, ઓર્બીટ બેએરીંગ્સ ઈન્ડિયા પ્રા.લિના સીએમડી શ્રી વિનેશભાઈ પટેલ, જયોતિ સીએનસી ઓટોમેશનના સીએમડી શ્રી પરાક્રમસિંહ જાડેજા, ટાટા કેમિકલ્સ પી.લિના ચીફ ઓપરેટિંગ ઓફિસર શ્રી સોહેબ રાઈસ, સીઆઈઆઈ વેર્સ્ટન ગુજરાત ઝોનલ કાઉન્સિલના ચેરમેન શ્રી જયરાજ શાહ રાજકોટ તથા સૌરાષ્ટ્રના ૮૫ થી વધુ ઈન્ડસ્ટ્રીઅલ અને એકેડેમિકસના પ્રતિનિધીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમ સીઆઈઆઈના શ્રી જયેશ પારેખે જણાવ્યું હતું.

(3:51 pm IST)