Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

ભાવેશભાઇ વાળા અને ભાવેશભાઇ કક્કડના બેભાન હાલતમાં મોત

આંબા સાબડીયાએ પણ બેભાન હાલતમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૨૫: જુદા-જુદા ત્રણ બનાવમા બેભાન હાલતમાં એક પ્રોૈઢ અને બે યુવાનના મોત નિપજ્યા હતાં.

જામનગર રોડ પરસાણાનગરમાં રહેતાં ભાવેશભાઇ રામજીભાઇ વાળા (વાલ્મિકી)  (ઉ.૫૪) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તબિબે મૃત જાહેર કર્યા હતાં. તેઓ અગાઉ સિવિલ હોસ્પિટલમાં સર્ટિફિકેટ વિભાગમાં ફરજ બજાવતાં હતાં. હાલમાં નિવૃત હતાં. બિમારીથી મોત નિપજ્યું હતું.બીજા બનાવમાં ગોકુલધામ મેઇન રોડ પર ડાલીબાઇ હોસ્ટેલ સામે આવેલા આરએમસી કવાર્ટરમાં રહેતાં ભાવેશભાઇ બિપીનભાઇ કક્કડ (લોહાણા) (ઉ.૩૫) ઘરે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ નિપજ્યું હતું. તે બે ભાઇ અને એક બહેનમાં નાના તથા અપરિણીત હતાં. રિક્ષા હંકારી ગુજરાન ચલાવતાં હતાં. ત્રીજા બનાવમાં ગંજીવાડા મહાકાળી ચોકમાં રહેતાં આંબા જીણાભાઇ સાબડીયા (કોળી) (ઉ.૨૫)નું પણ બેભાન હાલતમાં મોત થયું હતું. તેને ઘરેથી સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો. પરંતુ તબિબે મૃત જાહેર કરતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. હોસ્પિટલ ચોકીના રામસિંહભાઇ વરૂએ પ્ર.નગર, માલવીયાનગર અને થોરાળા પોલીસને જાણ કરી હતી.

(3:40 pm IST)