Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

જંગલેશ્વર સહિત સંખ્યાબંધ સોસાયટીમાં વીજ દરોડાઃ ૪૯માં ગેરરીતિ ઝડપાઇઃ ૬ લાખના બીલો અપાયા

૧૯ ટીમો ત્રાટકીઃ હુસેની ચોક-એકતા-કોલોની-નીલકંઠ પાર્ક-સહિતના સંખ્યાબંધ વિસ્તારોમાં ધોંસ

રાજકોટ તા. રપ :.. આજે સવારે ૧૧ વાગ્યા બાદ રાજકોટ સીટી સર્કલ દ્વારા રાજકોટ સીટી ડીવીઝન-૧ આજી-૧ સબ ડીવીઝન-કોઠારીયા રોડ સબ ડીવીઝન વિસ્તારમાં દરોડાનો દૌર શરૂ કરાયો હતો.

સવારે ૧૧ વાગ્યાથી ૧૯ ટીમો ત્રાટકી હતી, કુલ પપ૭ જેટલા વીજ કનેકશનો ચેક કરાયા તેમાં ૪૯ માં અનેક પ્રકારની ગેરરીતિ પકડાતા ૬ લાખના બીલો ફટકારાયા છે.

જે વિસ્તારોમાં ટીમો ત્રાટકી તેમાં જંગલેશ્વરના એકતા કોલોની, હુસેન ચોક ઉપરાંત નવદૂર્ગા ફીડરના પટેલ સોસાયટી, નીલકંઠ પાર્ક, થોરાળામાં, ગોકુલપરા અને થોરાળા, ભગવતી અને રાજારામ સોસાયટી, લાતી પ્લોટના - કનકનગર-આરએમસી- કવાર્ટર વિસ્તારનો સમાવેશ થાય છે, આ લખાય છે ત્યારે ચેકીંગ ચાલુ છે, વધુ વીજ ચોરી-ગેરરીતિ ઝડપાશે તેમ અધિકારીઓ ઉમેરી રહ્યા છે.

(3:38 pm IST)