Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

પુરૂષાર્થ ટ્રસ્ટ દ્વારા કોરોના વોરીયર્સનું સન્માન

 વોર્ડ નં. ૪, પ, ૬ માં મ્યુ. કોર્પોરેશન આરોગ્ય કેન્દ્રમાં ધનવંતરી તથા સંજીવની રથમાં સેવા આપતા વોર્ડ ઓફીસર, મેડીકલ ઓફીસર, ડોકટર્સ, નર્સ, પ્યુન, ડ્રાઇવર સહીતના કોરોના વોરીયર્સનું સન્માન કરવા પુરૂષાર્થ યુવક મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા એક સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં ૧૫૬ કોરોના વોરીયર્સને મહાનુભાવોના હસ્તે 'કોરોના વોરીયર્સ એવોર્ડ ૨૦૨૦' એનાયત કરવામાં આવેલ. સર્વે કોરોના વોરીયર્સને પ્રોસાહીત કરવા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણી, મ્યુ. કમિશ્નર ઉદીત અગ્રવાલ, શહેર ભાજપ મહામંત્રી જીતુભાઇ કોઠારી, એએમસી હર્ષદભાઇ પટેલ, પૂર્વ કોર્પોરેટર અશ્વિનભાઇ મોલીયા, દલસુખભાઇ જાગાણી, પરેશભાઇ પીપળીયા, મુકેશભાઇ રાદડીયા, પ્રિતિબેન પનારા, દેવુબેન જાદવ, સજુબેન રબારી, વોર્ડ પ્રભારી અશોકભાઇ લુણાગરીયા, રમેશભાઇ અકબરી, રમેશભાઇ પરમાર તથા સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહેલ. સ્વાગત પ્રવચન સંસ્થાના પ્રમુખ અને શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઇ રાઠોડે કરેલ. સંચાલન નરેન્દ્રભાઇ ભાડલીયાએ અને અંતમાં આભારવિધિ હરેશભાઇ પરમારે કરેલ.

(3:25 pm IST)
  • મહારાષ્ટ્રના ૨ ગુજરાતીઓનું પદ્મશ્રી એવોર્ડથી સન્માન: લિજ્જત પાપડના જશવંતીબેન પોપટ અને રજનીકાંત શ્રોફને પદ્મશ્રી એવોર્ડ જાહેર: લિજ્જત પાપડ શરૂ કરનાર સાત મહિલાઓ પૈકીના રઘુવંશી જશવંતીબેન જમનાદાસ પોપટ અને યુનાઈટેડ ફોસ્ફરસના રજનીકાંત દેવીદાસ શ્રોફને કેન્દ્ર સરકારે આજે પદ્મશ્રી એવોર્ડ અપાયાની જાહેરાત કરી છે access_time 1:03 am IST

  • વિધાનસભાની ચૂંટણીઓ પહેલા મોદી પ્રધાન મંડળની પુનઃ રચના થશે : લીસ્ટ તૈયાર : આસામ, પશ્ચિમ બંગાળ અને તામિલનાડુ વિધાનસભાની ચૂંટણીઓ પહેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમના પ્રધાન મંડળની પુનઃ રચના કરે તેવી સંભાવના હોવાનું ન્યુઝ ફર્સ્ટ જણાવે છે : યોગ્ય સમયે ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડીયામાં અથવા તો માર્ચના પહેલા અઠવાડીયામાં નવા પ્રધાનો શપથ લ્યે તેવી પૂરી સંભાવના છે : ૨૦ નવા પ્રધાનોનું અને પ્રધાનમંડળમાં ફેરફારોમાં લીસ્ટ તૈયાર હોવાનું પણ જાણવા મળે છે access_time 3:08 pm IST

  • એરપોર્ટ, હોસ્પિટલો અને બેન્કીંગ સહિત ૫ થી ૭ ક્ષેત્રોમાં ગેમ ચેન્જર સાબિત થાય તેવા મોટા ફેરફારો આવી રહ્યા છે : ગેમ ચેન્જર સાબિત થાય તેવી ૫ થી ૭ નવી નીતિઓ ઘડવા ઉપર નાણામંત્રાલય રાત - દિવસ કામ કરી રહ્યાનું પણ જાણવા મળે છે : જેમાં એરપોર્ટો - હોસ્પિટલો, લોજીસ્ટીકસ અને ઈવીનો સમાવેશ થતો હોવાનું ન્યુઝ ફર્સ્ટ જણાવે છે : બેન્કીંગ સેકટર માટે નવા નિયમો ઉપર પણ નાણામંત્રાલય કામ કરી રહેલ છે : બેન્કીંગ સેકટરમાં બેન્કો વચ્ચેના વધુ જોડાણો અને ખાનગીકરણની દિશામાં પગલા લેવાઇ રહ્યાનું પણ જાણવા મળે છેઃ ન્યુઝ ફર્સ્ટના અહેવાલ પ્રમાણે આગામી અંદાજપત્રમાં આ જાહેરાતો થવાની સંભાવના છે access_time 3:08 pm IST