Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

ઉપલેટાની ચુનાની કંપની જેવા જ પેકીંગમાં રાજકોટમાં ચુનો વેંચતા પટેલ વેપારી સામે ગુનો

અમદાવાદથી આવો ચુનો ઉપલેટાનો સેલ્‍સમેન મંગાવી આપતો હોવાનું ખુલ્‍યું: એશિયન લાઇમના મેનેજર અરવિંદભાઇ મારૂની ફરિયાદ પરથી રોનક પટેલ વિરૂધ્‍ધ કાર્યવાહી

રાજકોટ તા. ૨૪: ઉપલેટાની એશિયલ લાઇમ કંપીનના ટ્રેકટર બ્રાન્‍ડ ચુનાના બાચકા જેવા જ બાચકા બીજા નામે રાજકોટના કોઠારીયા રોડ રણુજા મંદિર પાસે રામદેવ ટ્રેડર્સમાં વેંચાતા હોઇ પટેલ વેપારી સામે કોપીરાઇટ એક્‍ટ હેઠળ ફરિયાદ દાખલ કરાવાઇ છે. તે આ ચુનો ઉપલેટાના જ એક સેલ્‍સમેન મારફત અમદાવાદથી મંગાવીને વેંચાણ કરતો હોવાનું ખુલ્‍યું છે.

આ બનાવમાં પોલીસે ઉપલેટામાં પોરબંદર રોડ પર ભીમનર સોસાયટીમાં રહેતાં અને એશિયન લાઇમ કંપનીમાં મેનેજર તરીકે કામ કરતાં અરવિંદભાઇ મંગાભાઇ મારૂની ફરિયાદ પરથી રાજકોટ સામા કાંઠે પેડક રોડ પર આર્યનગર-૧માં ખોડલ નામના મકાનમાં રહેતાં રોનક રમેશભાઇ કાકડીયા વિરૂધ્‍ધ કોપીરાઇટ એક્‍ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી છે. ફરિયાદી જે કંપનીમાં મેનેજર છે તેના માલિક અને ભાગીદાર ઉપલેટાના સરફરાઝ એ.રહેમાન નાથાણી છે. મેનેજર અરવિંદભાઇને કંપનીના કોપીરાઇટ અને ટ્રેડમાર્કના હક્કોના રક્ષણ માટેનું કામ સોંપાયું છે.

તેણે પોલીસને જણાવ્‍યું છે કે અમારી કંપનીએ ટ્રેકટર લાઇમ ચુનાની પ્‍લાસ્‍ટકીની થેલીનું કલાકૃતિવાળુ રજીસ્‍ટ્રેશન કોપીરાઇટ એક્‍ટ હેઠળ લાવી તેના કોપીરાઇટના હક્કો મેળવેલા છે. જેથી આ કંપનીનું કોપીરાઇટ થતું હોય તો ફરિયાદ કરવાની કાર્યવાહી મારે કરવાની હોય છે. મને જાણ થઇ હતી કે કોઠારીયા રોડ રણુજા મંદિર સામે રામદેવ ટ્રેડર્સમાં અમારી કંપની એશિયન લાઇમ કંપનીના ટ્રેકટર ચુકનાની પ્‍લાસ્‍ટીકના બાચકાનું આબેહુબ કલાકૃતિવાળા ચુનાના પેકીંગ પ્‍લાસ્‍ટીકના બાચકા વેંચાય છે અને કોપીરાઇટનો ભંગ થાય છે.

આથી મેં આજીડેમ પોલીસને અરજી આપતાં ત્‍યાંથી એએસઆઇ યશવંતભાઇ ડી. ભગત, કોન્‍સ. ભીખુભાઇ મૈયડ, જગદીશસિંહ પરમાર અમારી સાથે આવ્‍યા હતાં. અમે રામદેવ ટ્રેડર્સમાં જઇ તપાસ કરતાં તેના માલિક રોનક રમેશભાઇ કાકડીયા હોવાનું જાણવા મળ્‍યું હતું. ગોડાઉનમાં પોલીસે ચેક કરતાં અલગ અલગ હાર્ડવેરને લગતી ચીજવસ્‍તુઓ પડી હતી. જેમાં અમારી એસિયન લાઇમ કંપનીના ટ્રેકટર ચુનના પ્‍લાસ્‍ટીકના બાચકાને હુબહુ મળતી કલાકૃતિવાળા ટર્બો સુપર લાઇમ કોર્પોરેશન નામના ચુનાના પ્‍લાસ્‍ટીક પેકીંગના બાચકા મળી આવ્‍યા હતાં. અમારા ચુનાના કોપીરાઇટ બાચકા જેવા જ રંગ-કલાકૃતિ આ પેકીંગમાં હોઇ લોકો જો નીરખીને ન જુએ તો તેઓ ટ્રેકટર ચુનાના બાચકા સમજીને લઇ જાય.  કોપીરાઇટનો ભંગ થતો હોઇ અમે ફરિયાદ નોંધાવતાં પોલીસે સુપર લાઇમ કોર્પોરેશનના ટર્બો ચુનાના પીળા-કાળા કલરની ૩૦ કિલોના પ્‍લાસ્‍ટીકના એક એવા ૧૭૫ બાચકા રૂા. ૩૫ હજારના ગણી કબ્‍જે કરવા તજવીજ કરી હતી. રોનક કાકડીયાને આ ચુનાના બાચકા પોતે ક્‍યાંથી મંગાવે છે કે બનાવે છે? તે બાબતે પુછતાં તેણે તેણે અમદાવાદની સુપર લાઇમ કોર્પોરેશન કંપનીના સેલ્‍સમેન ઉપલેટાના જુનેદ ઇદ્રીશભાઇ ડાઇ પાસેથી છુટક છુટક મંગાવી વેંચાણ કરતાં હોવાનું કબુલ્‍યું હતું. પી. આઇ. કે. જે. કરપડાની રાહબરીમાં એએસઆઇ યશવંતભાઇ ડી. ભગતે વધુ તપાસ હાથ ધરી છે.

(11:31 am IST)