Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

રાજકોટના ર૦ સહિત ગુજરાતના ૩૭૬ ઇન્કમટેકસ ઓફીસરોની પરસ્પર બદલી

છેલ્લા એક વર્ષથી બાકી રહેલી બદલીનો ઘાણવો નિકળ્યો

રાજકોટ તા. ર૪ :.. છેલ્લા એકાદ વર્ષથી પડતર રહેલ આયકર વિભાગમાં બદલ - બઢતીનો ઘાણવો નીકળી રહ્યો છે. ગઇકાલે મોડી રાત્રે આસીસ્ટન્ટ કમિનર અને ડેપ્યુટી કમિશનરની બદલીનો ઘાણવો નીકળ્યો હતો. ત્યાં ગુજરાત ઇન્કમટેક્ષ વિભાગમાં વિવિધ સ્થળોએ ફરજ બજાવતા  ૩૭૬ ઇન્મટેકસ ઓફીસરોની પરસ્પર બદલી અને માંગેલ સ્થળે બદલીના હુકમો નીકળ્યા હોવાનું જાણવા મળે છે.

જાણવા મળતી વિગત મુજબ રાજકોટ આયકર વર્તુળ હેઠળની કચેરીમાં ફરજ બજાવતા ઇન્કમટેક્ષ ઓફીસર ભરતભાઇ પરમાર, એન. એમ. રાઠોડ, રાજીવ મિશ્રા, સુશીલ મહાજન, સુરેન્દ્રકુમાર ગુપ્તા, આનંદ પાંડે, ભરત બુધ્ધદેવ, ચંદ્રેશ જોશી, ડી.બી. જાદવ, કે. કે. પંડયા, કે. આર. જાડેજા, કે. જી. કાછડીયા, મનીષ દાફડા, એન. આર. પટેલ, રજીવકુમાર, સંજય ખુશલાણી, તરૂણ ધીનોજા, વિનેશ રાયઠઠ્ઠા, ટી. એસ. ટીનવાળા, સહિત ર૦ થી વધુ અધિકારીઓની બદલીના ઇન્કમટેક્ષ ઓફીસરોની બદલી આમતો સામાન્ય છે. કેટલાક ઓફીસરોની માંગણી મુજબ થઇ છે. જયારે મોટાભાગના ઓફીસરો આવકવેરાના એક વિભાગમાંથી બીજા વિભાગ બદલી થઇ છે.

રાજકોટમાં તો મોટાભાગના ઓફીસરોની પરસ્પર બદલી થઇ છે. રાજકોટ શહેરમાં જ આવકવેરા વિભાગની હાલની જગ્યાએથી બીજી જગ્યાએ બદલી થઇ હોવાનું જાણવા મળે છે.

(4:04 pm IST)