Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

રાજકોટ શહેર - જીલ્લામાં ઉભા થઈ ગયેલા સરકારી જમીન ઉપરના આડેધડ દબાણો અને બાયોડીઝલના બેફામ ગેરકાયદે વેચાણ સામે કલેકટર મોટું ઓપરેશન હાથ ધરશે

સાતમ - આઠમના તહેવારો ઉપર રાજકોટ જીલ્લામાં પીકનીક પોઈન્ટો ઉપર ટોળા ભેગા ન થાય તે અંગે ખાસ જાહેરનામુ આવશે : આજે લો એન્ડ ઓર્ડરની મહત્વની મીટીંગમાં લેવાનાર નિર્ણયો

રાજકોટ, તા. ૨૪ : રાજકોટ કલેકટર કચેરીમાં આજે કલેકટરના અધ્યક્ષપદે શહેર - જીલ્લાની લો એન્ડ ઓર્ડરની પરીસ્થિતિ અંગે મહત્વની મીટીંગ બપોરે ૧ વાગ્યાથી શરૂ થઈ છે. આમ, આ મીટીંગમાં રાજકોટ શહેર અને જીલ્લામાં સરકારી જમીનો ઉપર થયેલા દબાણો અને બાયો ડિઝલનું ગેરકાયદેસર થઈ રહેલુ વેચાણ આ બંને પ્રવૃતિ ડામી દેવા માટે કલેકટર આગામી દિવસોમાં મોટું ઓપરેશન હાથ ધરનાર છે અને આ સંદર્ભે આજે આ મહત્વની મીટીંગમાં નિર્ણય લેવાય તેવી શકયતા હોવાનું કલેકટરની નજીકના વર્તુળોએ જણાવ્યુ હતું. ત્રીજા એક મહત્વના નિર્ણયમાં આગામી સાતમ - આઠમના તહેવાર પર રાજકોટ જીલ્લામાં અનેક પીકનીક પોઈન્ટ આવેલા છે અને ત્યાં મોટું માનવ મહેરામણ ઉમટી પડે તેવી શકયતા જોતાં આ સ્થળો ઉપર સાવચેતી રાખવા સંદર્ભે શું કરવું તે અંગે આ મીટીંગમાં નિર્ણય લઈ અને ત્યારબાદ નિર્ણય લેવાય તેવી શકયતા અધિકારી વર્તુળો દાખવી રહ્યા છે. 

(3:45 pm IST)