Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

રીમઝીમ કે ગીત સાવન ગાયે... રફીના ગીતો વરસશે

મોહમ્મદ રફી ફેન કલબ દ્વારા શનિવારે કાર્યક્રમ : ગાયકો હમીદ તરીન - રફીક ઝારીયા - લુઈસ થોમસ - અશ્વિન મહેતા જમાવટ કરશે

રાજકોટ, તા. ર૪:- પા ર્શ્વ ગાયક મુહમ્મદ રફી આજે વિશ્વફલક ઉપર છવાયેલો અવાજ છે. ઇલેકટ્રોનિક માધ્યમ દૃારા આજે મોહમ્મદ રફીના ગીતો વિશ્વના કોઇપણ ખૂણે સાંભળી શકાય છે. પરિણામે રફીના ચાહકોની સંખ્યામાં આજે અનેક ગણો વધારો થયેલો જોવા મળે છે. આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપિત કલાકારો પણ રફીની લોકપ્રિયતાની બુલંદીને સ્પર્શી શકતા નથી.

કરોડો લોકોની સંવેદનાનો અવાજ બનેલા રફી સાહેબની વિદાય થયાને આજે ૩૯ વર્ષનો સમય થઇ ચુકયો છે. આ સમય ગાળા દરમ્યાન  અવાજના અભિનેતા  ગાયક કલાકાર મ.રફી સાહેબની યાદમાં અનેક કાર્યક્રમો યોજાતા રહયા છે તેમના ચાહકો દૃારા શ્રધ્ધાંજલિના કાર્યક્રમો થતા રહયા છે.

મોહમ્મદ રફી ફેન કલબના જીતેન્દ્રભાઇ ભટૃ આજથી ૧ર વર્ષ પૂર્વે મહમ્મદ રફી ફેન કલબની સ્થાપના કરી. તા.૨૭ના શનિવારે રીમઝીમ કે ગીત સાવન ગાયે ગીતોના કાર્યક્રમનું આયોજન થયુ છે.આ કાર્યક્રમમાં પણ રફિયન અંદાજ માટે સુવિખ્યાત મુંબઇના ગાયક હમીદ તરીન, આપણા રાજકોટના તાલીમબધ્ધ ગાયક કલાકારો રફીક ઝારીયા, લુઇસ થોમસ તથા ડયુએટ ગીતોમાં સાથ આપવા આપણા રાજકોટના જ જાણીતા અને માનીતા અશ્વિની મહેતા જોડાશે. જયારે કાયક્રમનું સંચાલન જાણીતા ઉદઘોષિકા શ્રીમતી પારુલબેન જોશી સંભાળશે.

આ કાર્યક્રમમાં ઓરકેસ્ટ્રા એકમ્પ્નીમેન્ટ કીબોર્ડ વિઝાર્ડ રાજેશભાઇ ત્રિવેદી, સેકશોફોન પર ખાન સાહેબ, પ્યાનો ઉપર હીરેન ખાખી, ગીટાર પર હિતેશ મહેતા, રીધમમાં તબલા પર દિલીપ ત્રિવેદી (કાકા),  ઓકટો પેડ પર ભાર્ગવ ઉમરાણીયા, ઢોલક પર પારસ વાઘેલા અને સાઇડ રીધમ પર પ્રકાશ વાગડિયા, ડ્રમ સેટ પર વેંકેટેશ, અને રંગત લાવશે, એસ આર સાઉન્ડ સીસ્ટમ સંચાલન શંકરભાઇ કરશે, જયારે આ કાર્યક્રમની યાદગીરી માટેની વિડીયો ગ્રાફી શ્રી સદગુરુ વિડીયો વિઝનના ચેતન પોપટ કરશે.

તા ર૭મી જુલાઇના રોજ હેમુ ગેઢવી હોલ (મીની)માં આ કલબ દૃારા રીમઝીમ કે ગીત સાવન ગાયે શીર્ષક હેઠળ પર્યાવરણ અંગે જાગૃતિ કેળવાય તેવા પુરક હેતુ સાથે કાર્યક્રમનું આયોજન થયું છે જેમાં મ. રફીએ ગાયેલા વર્ષાગીતો રજુ થશે.

આ કાર્યક્રમના મુખ્ય મહેમાનપદે દુર્લભજીભાઇ પરમાર (અંબિકા એન્જી.) તથા મનસુખભાઇ વેકરીયા (સંગીત પ્રેમી) તેમજ અલ્પેશભાઇ વેકરીયા, ભરતભાઇ સવાકીયા, હિમાંશુભાઇ ઠેશીયા તથા આશિતભાઇ ચોલેરા જેવા સંગીત પ્રેમીઓ મહેમાન પદે બિરાજશે.

  રાજકોટના ઉધોગપતિ અને સંગીતના જાણકાર ભાવક તથા રફી સાહેબના ચાહક એવા ઇશ્વરભાઇ ડી વાઘેલા (ગોડસન બેન્ડીંગ એન્ડ સિસ્ટમ)નું તાજેતરમાં સ્વર્ગવાસ થયેલ છે, તેઓને મોહમ્મદ રફી ફેન કલબ દ્વારા ઋણ શ્રદ્ધાંજલી અર્પવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં સર્વશ્રી ગુણવંતભાઇ ડેલાવાળા (સરગમ કલબ), જે કે જોષી, મધુસુદન ભટ્ટ, દીનેશભાઇ ગજજર, ચીમનભાઇ ગજજર, વિજયભાઇ બુધ્ધદેવ અને ઉમેશ જોષી ઉપસ્થિત રહેશે.

કાર્યક્રમને સફળ બનાવવા માટે જીતેન્દ્રભાઇ (મો.૯૮૨૪૫ ૭૨૪૭૨)ના માર્ગદર્શન હેઠળ જે. કે. જોષી, રવિ લુણાગરિયા અને ઉમેશ જોષી જહેમત ઉઠાવી રહયા છે.

(4:11 pm IST)