Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

નવરંગપરામાં પટેલ કારખાનેદાર દિનેશ ઠુમ્મર દારૂની પ૬ બોટલ સાથે પકડાયો

ઓરડીમાં દારૂ રાખી વેચાણ કરતો'તોઃ રપ વર્ષ પહેલા મોટામવામાં હત્યાના ગુન્હામાં પકડાયો હતો

રાજકોટ તા. ર૪ :.. નવરંગપરામાં આવેલા અમીત ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનાની ઓરડીમાંથી દારૂની પ૬ બોટલ સાથે પટેલ કારખાનેદારને માલવીયાનગર પોલીસે પકડી લીધો છે.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ કમિશનર અન્યકુમાર ચૌધરી તથા ડીસીપી મનોહરસિંહ જાડેજાની સુચનાથી માલવીયાનગર પોલીસ મથકના પીઆઇ એન. એન. ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પી. એસ. આઇ. જે. એસ. ચંપાવત, એએસ આઇ વેલુભા ઝાલા, હેડ કોન્સ. દીપાલસિંહ જાડેજા, મસરીભાઇ ભેટારીયા, મયુરસિંહ જાડેજા, ભાવેશભાઇ ગઢવી, ભાવીનભાઇ ગઢવી, કુલદીપસિંહ જાડેજા, હરપાલસિંહ જાડેજા, જયદીપસિંહ જાડેજા, ભાગ્યેશભાઇ પરમાર તથા નિરેનભાઇ આહીર સહિત ેપટ્રોલીંગમાં હતાં. ત્યારે કોન્સ. મસરીભાઇ, ભાગ્યેશભાઇ તથા નિરેનભાઇને મળેલી બાતમીના આધારે નવરંગપરા શેરી નં. ૯/૧૦ માં આવેલ અમીત ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં દરોડો પાડી કારખાનાની ઉપર આવેલી ઓરડીમાંથી રૂ. ૪૧,ર૧૦ ની કિંમતની દારૂની પ૬ બોટલ મળી આવતા પોલીસે કારખાનેદાર દિનેશ ભીખાભાઇ ઠુમ્મર (ઉ.પ૯) (રહે. મોટા મવા ગ્રામ પંચાયતની ઓફીસની બાજુમાં) ને પકડી લીધો હતો. પકડાયેલો દિનેશ રપ વર્ષ પહેલા મોટામવામાં હત્યાના ગુન્હામાં પકડાઇ ચૂકયો છે. તે છેલ્લા બે માસથી કારખાનાની ઓરડીમાં રાખી દારૂનો જથ્થો દારૂ વેંચતો હતો.

(4:10 pm IST)