Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

મ્યુ.કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા ડેન્યુ વિરોધી માસ અન્વયે જનજાગૃતિ અભિયાન

મેલેરિયા, જેવા રોગો મચ્છર દ્વારા ફેલાય છે. આ માટેના મચ્છર માનવસર્જિત બંધિયાર અને ચોખ્ખા પાણીમાં ઉત્પન્ન થાય છે. મચ્છર ઉત્પતિ અટકાવવા અને આ રોગથી બચવા માટે મચ્છરના પોરાનો નાશ કરવો એ અત્યંત આવશ્યક છે. રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિવારણ કાર્યક્રમ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. આ રોગો માનવીની જીવનશૈલી સાથે સીધા સંકળાયેલા હોવાથી તેમાં લોકોનો સહકાર અત્યંત આવશ્યક છે. ખાસ કરીને લોકોને મચ્છર ઉત્પતિ સ્થાનો ઓળખાવવા, રોગો, રોગોનો ફેલાવો, રોગ ફેલાવતા મચ્છરની ઉત્પતિ અને અટકાયત તથા નિયંત્રણ અંગે સાચી માહિતી અને માર્ગદર્શન મળી રહે તે માટે જુલાઇ માસ,  વિરોદ્યી માસ અન્વયે ખાસ જનજગૃતિ અભિયાન હાથ દ્યરવામાં આવેલ. જેમાં  કૂલ – ૨૭ શાળાઓમાં  વર્કશો૫ કરવામાં આવેલ. જેમાં ૪,૦૨૬ વિદ્યાર્થીઓ અને ૧૪૩ શિક્ષકોને વાહક જન્ય રોગ જેવા કે મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકુનગુનીયાની અટકાયત અને ખાસ કરીને તેના વાહક મચ્છરોની ઉત્પતિ અટકાવવાના સંદર્ભે મચ્છરના પોરા, મચ્છર, પોરાભક્ષક માછલીના જીવંત નિર્દશન દ્વારા વિગતવાર સમજ આ૫વામાં આવેલ.ઉ૫રોકત કામગીરી માન. મ્યુનિ. કમિશનરશ્રી બંછાનિદ્યિ પાનીની સૂચના અનુસાર આરોગ્ય અદ્યિકારીશ્રી  ડો. પી. પી. રાઠોડ, નાયબ આરોગ્ય અધિકારીશ્રી ડો. મનિષ ચુનારા, નાયબ આરોગ્ય અધિકારીશ્રી ડો. હિરેન વિસાણી તથા બાયોલોજીસ્ટશ્રી વૈશાલીબેન રાઠોડ તથા ઇસ્ટ ઝોન મેલેરિયા ઇનસ્પેકટશ્રી દિલી૫દાન નાંદ્યુ, વેસ્ટ ઝોન મેલેરિયા ઇન્સપેકટરશ્રી ભરતભાઇ વ્યાસ, સેન્ટ્રલ ઝોન મેલેરિયા ઇનસ્પેકટરશ્રી પિનાકીન ૫રમાર તથા સુપિરીયર ફિલ્ડવર્કર, ફિલ્ડ વર્કરો દ્વારા આ કામગીરી કરી હતી.

(4:09 pm IST)