Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

સદગુરૂ પરીવાર ટ્રસ્ટ રાજકોટ દ્વારા પુષ્કરમાં ભંડારો-શોભાયાત્રા

રાજકોટઃ ૧૦૦૮ પરમ હંસજી શ્રી પ.પૂ.રણછોડદાસજી મહારાજની તપોભુમી પુષ્કર કે જે રામધામ તરીકે ખ્યાતી પામેલ છે. અહી઼ આરમમાં સાધકો માટે સાધક કુટીરની વ્યવસ્થા છે. આ ભુમી ઉપર સદગુરૂ પરીવાર ટ્રસ્ટ રાજકોટ દ્વારા ગુરૂપુર્ણીમા ઉત્સવ પુર્વે ચૌદસના ભંડારાનું આયોજન શ્રી રામ આશ્રમ રામધામ પાસે સાધુ સ઼તો તથા ગુરૂભાઇઓ માટે કાલી રોટી સફેદ દાલ(માલ પુવા ખીર તથા કચોરી વિ. પુર્ણ થાળ પ્રસાદીનું આયોજન કરવામાં આવેલ. દેશ ીવદેશથી પધારેલ ગુરૂભાઇ સાધુ સંતો બ્રાહ્મણો તથા વિદ્યાર્થી ભાઇઓ હોંશે હોંશે પ્રસાદ લીધેલ. તેમને વિદાયમાં યથા યોગ્યદાન દક્ષિણા આપવામાં આવેલ. સોના છોડો, ચાંદી છોડો લેકીન ગુરૂદેવ કા મહાપ્રસાદ ના છોડોનાં પૂ.પૂ.હરીચરણદાસજીના આદેશ તથા આશીર્વચનથી ચરિતાર્થ થયેલ આ પ્રસાદથી સમગ્ર વર્ષ માટે આરોગ્ય પ્રદાન થાય છે તેવા અહોભાવથી સાધુ સંતો બ્રહ્મદેવતા ગુરૂભાઇઓ તથા વિદ્યાર્થીઓએ પ્રસાદ ગ્રહણ કરેલ.ગુરૂપુર્ણિમાના દિવસે સદગુરૂ પરીવાર ટ્રસ્ટ-રાજકોટ તરફથી રક્ષા દોરી દરેક ગુરૂભાઇઓને આખુ વર્ષ ગુરૂદેવ રક્ષા કરે છે તેવા ભાવથી કુકમુમ તિલક કરી બાંધી અપાઇ હતી. તેમજ પુષ્કર(રાજ)મુકામે ગુરૂદેવની વરણાંગી સમગ્ર ગામમાં ઢોલ નગારા સાથે ભજન મંડલી તથા રાસમંડલી સાથે નિકળેલ. આ શોભાયાત્રા પરત રામધામ મુકામે વિસર્જીત થયેલ. તે દરમિયાન ગામ લોકોએ પણ શોભાયાત્રાનું સરબત તથા જલ સેવાથી સ્વાગત કરેલ. આ તમામ કાર્ય માટે રામધાનના ટ્રસ્ટી રસીકભાઇ ચાંદ્રાણી, વિપુલ ગણાત્રા, ડો.જેસમલ મેરીયા, કૈલાશભાઇ કાસઠ, રાજપાલજી તથા સદગુરૂ પરીવાર ટ્રસ્ટ પ્રમુખ  દાનાબાપા ડાંગર, અનીલભાઇ સેજપાલ (બોમ્બે) દમયંતીબેન સેજપાલ, રમાબેન હરીયાણી, મહેન્દ્રભાઇ રાજવીર, જયદેવભાઇ ઓઝા, શ્રીમતી સ્મીતાબેન ઓઝા, નીતીનભાઇ ભુપતાણી, શંભુભાઇ દીલ્લીવાળા, હરીશભાઇ લાખાણી, રાજુભાઇ કાનાબાર, જગદીશભાઇ ગણાત્રા, રાજુભાઇ પોબારૂ, પ્રવીણભાઇ વસાણી, વિમલભાઇ ધામી, જીગ્નેશભાઇ બચ્છા, રંજનબેન કોટેચા, ભગતભાઇ કુંડલીયા, શાંતુભાઇ રૂપારેલીયા, એડવોકેટ પ્રવિણભાઇ કોટેચા, રમેશભાઇ રાચ્છ, રમેશભાઇ ઠક્કર, ધવલભાઇ ખખ્ખર, મિતલભાઇ ખેતાણી, ચંદુભાઇ પેઇન્ટર, ભરતભાઇ પોપટ વિગેરે કાર્યરત રહયા હતા તેમ રાજકોટ સદગુરૂ પરીવાર ટ્રસ્ટના ખજાનચી ઇશ્વરભાઇ ખખ્ખરની યાદીમાં જણાવેલ છે.

(3:49 pm IST)