Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

રફી સાહેબની પુણ્યતિથિએ રવિવારે ઓપન સૌરાષ્ટ્ર ફિલ્મી ગીત સ્પર્ધા

૪૦ થી વધુ સ્પર્ધકો ભાગ લેશેઃ વિજેતાઓને ઈનામોથી નવાજાશે

રાજકોટ,તા.૨૪: મોહમ્મદ રફી ફેન કલબ (જુ.) છેલ્લા ૧૦ વર્ષથી રાજકોટ સંગીતપ્રેમી માટે ફિલ્મ સંગીતનું આયોજન કરે છે. મોહમ્મ રફી ફેન કલબનાં આયોજક પરેશભાઈ દેસાઈ અને સેક્રેટરી વરૂણભાઈ દેસાઈ છેલ્લા ૧૦ વર્ષમાં ૩૫ જેટલા લાઈવ કાર્યક્રમો આપી ચુકયા છે.

આગામી તા..૨૮ રવીવારના રોજ શ્રી અરવિંદભાઈ મણીયાર હોલમાં રાત્રે ૮:૩૦ કલાકે ઓપન સૌરાષ્ટ્ર ફિલ્મીગીત સ્પર્ધા- ૨૦૧૯નું રફી સાહેબ પુણ્યતીથી નિમિતે આયોજન કરેલ છે. જેમાં મુખ્ય મહેમાન શ્રી બિનાબેન આચાર્ય (મેયર), પી.ટી.જાડેજા (આંતર રાષ્ટ્રીય અધ્યક્ષ રાજપૂત સંઘ),  મનોહર સિંહજી જાડેજા (ડેપ્યુટી કમીશ્નર ઓફ પોલીસ ઝોન-૨), લલિતભાઈ ત્રીવેદી (સંગીત તજજ્ઞ) તથા કિશોરસિંહ જેઠવા (અખીલ ગુજરાત રાજપૂત યુવા સંઘ) ઉપસ્થિત રહેશે.

બીપિન જીવાણી, ઓર્ગન પ્લેયર બીપીનભાઈ મકવાણા, દિલીપભાઈ ત્રીવેદી, લલીતભાઈ ચાવડા, પ્રકાશભાઈ વાગડીયા, ઓરકેસ્ટ્રા સંગીતનું રસપાન કરાવશે. નિર્ણાયકમાં ઘનશ્યામભાઈ રાવલ, એચ.કે.લીયા અને ઋત્વીજ પંડ્યા સેવા આપશે.

આ ઓપન સૌરાષ્ટ્ર ફિલ્મીગીત સ્પર્ધાનું સેમી ફાઈનલ વાત્સલ્ય હોસ્પિટલ, ડો.જે.ડી.ચાંગેલા, કે.કે.વી હોલ પાસે, ગીરીરાજ હોસ્પિટલ વાળી શેરીમાં તા.૨૮ને રવિવારના રોજ બપોરે ૧:૪૫ થી ૪ સુધી રાખેલ છે. ૪૦ થી વધુ સંગીતપ્રેમી કોમ્પીટીશનમાં ભાગ લેશે. વધુ વિગતો માટે પરેશ દેસાઈ મો.૯૯૨૫૮ ૭૫૪૮૯નો સંપર્ક કરવો. સ્પર્ધકો માટે રૂ.૪૦૦ ફી રાખેલ છે.

તસ્વીરમાં મોહમ્મદ રફી ફેન કલબ (જૂ.)ના પરેશભાઈ દેસાઈ, કિશોરસિંહ જેઠવા, બીપીન જીવાણી, વરૂણ દેસાઈ અને કિશોરભાઈ સાપરીયા નજરે પડે છે.(તસ્વીરઃ વિક્રમ ડાભી)

(3:49 pm IST)