Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

આઇ.સી.આઇ.સી બેંકમાંથી લોન લઇને આપેલ ચેક રિટર્ન કેસમાં આરોપીનો છુટકારો

રાજકોટ તા ૨૪  :  આઇ.સી.આઇ.સી.આઇ. બેન્કએ જામનગરની  પેઢી મે. કિરણ બ્રાસ ને સી.સી. લોન આપેલ હોય જે લોન ના ચડત હપ્તા ચુકવવા માટે લોન લેનારે ચેક આપેલ હોય, જે ચેક રિટર્ન થતા, આઇ.સી.આઇ.સી.આઇ.  બેન્કે કરેલ કેસમાં આરોપીને નિર્દોષ જાહેર કરતો હુકમ કોર્ટે ફરમાવેલ છે.

આ કેસની હકીકત એવી છે કે, જામનગર  શહેરમાં આવેલ મે. કિરણ બ્રાસ નામની પેઢી આવેલ હોય જે પેઢીને પોતાનો ધંધો વિકસાવવા માટે રૂપિયાની જરૂર હોય, જેથી તેમને આઇ.સી.આઇ.સી.આઇ. બેન્ક પાસેથી રૂપિયા મેળવવા માટે સી.સી. લોનની માંગણીકરેલ, જેમાં આઇ.સી.આઇ. સી.આઇ બેન્કએ પેઢીના તમામ ડોકયુમેન્ટ તથા વેપાર અંગેનો સર્વે કરીને સી.સી. લોન મંજુર કરવામાં આવેલ અને તયારબાદ મો. કિરણ બ્રાસ નામની પેઢી દ્વારા લોન ના ભરવાના થતા હપ્તા રેગ્યુલર ભરી શકતા ન હોય જેના કારણે તેઓના હપ્તા ચડત થયેલ હોય અને તે અંગે આઇ.સી.આઇ. સી.આઇ બેન્કે ચડત હપ્તાની રકમ માટેનો તે પેઢીના પ્રોપરાઇટર પાસેની પેઢીના નામનો રકમ રૂા ૪,૯૨,૯૨૪/- પુરાનો ચેક લીધેલ.

ચેક વટાવવા માટે બેન્કમાં રજુ કરતા તે ચેક એકાઉન્ટ કલોઝના શેરા સાથે પરત ફરેલો, જેથી આઇ.સી.આઇ.સી.આઇ. બેન્કે પેઢી અને તેના પ્રોપરાઇટર ઉપર કેસ દાખલ કરેલો. જે કેસ ચાલવા ઉપર આવતા આઇ.સી.આઇ.સી.આઇ. બેન્ક દ્વારા લોનની પ્રોસેસથી લઇને લોન આપવા સુધી જે જે ડોકયુમૈનટ કરવામાં આવેલ હોય તેમાં પેઢીના પ્રોપરાઇટરની સહી લીધેલ હોય તે તમામ ડોકયેમન્ટ કેસમાં ફરીયાદી તથા બેન્કના અન્ય અધિકારીઓ તથા સાહેદો દ્વારા રજુ કરવામાં આવેલ ૫૬ જેટલા ડોકયુમેન્ટોને આંકે પાડવામાં આવેલ. આ કામે આરોપીઓએ પોતાનો બચાવ કરવા માટે તેમના એડવોકેટ દુર્ગેશ જી. ધનકાણી ને રોકેલ હોય અને તેમના એડવોકેટ દ્વારા આરોપીનો બચાવ કરવામાં આવેલ હોય અને કાયદાકીય કોર્ટની તમામ પ્રોસેસ પુર્ણ થયા બાદ દલીલના તબક્કે બન્ને પક્ષકારોના એડવોકેટ પોત-પોતાની દલીલો અને  જજમેન્ટો નામદાર કોર્ટ સમક્ષ  રજુ કરેલ. કોર્ટે સંપુર્ણ દલીલ સાંભળેલ તથા કેસમાં રજુ થયેલ તમામ ડોકયુમેન્ટોને ધ્યાનમાં લઇ આ કામના આરોપીને રાજકોટના જજ શ્રી નીતા હરેશભાઇ વસવેલીયાએ આરોપીની તરફેણમાં હુકમ ફરમાવી છોડી મુકેલ છે .

આઇ.સી.આઇ.સી.આઇ. બેન્કને લોન પેટે જે વ્યકિતએ ચેક આપેલ તે બન્ને આરોપીઓ વતી રાજકોટના એડવોકેટ દુર્ગેશ જી. ધનકાણી, વિજય સી. સતાપરા, તેમજ વિવેક નેભાણી રોકાયેલા હતા.

(3:47 pm IST)