Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

જીયાણાના વેપારીને એસીડ પાઇ હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બે આરોપીની જામીન અરજી પાછી ખેંચાઇ

રાજકોટની સેસન્સ અદાલતે જામીન રદ કરતા હાઇકોર્ટમાં અરજી કરી હતી

રાજકોટ તા.૨૪: જીયાણા ગામમાં પટેલ યુવાનને એસીડ પીવડાવીને હત્યા કરવાના ગુન્હામાં આરોપી જીતેન્દ્ર ચનાભાઇ રામાણી તથા ચનાભાઇ મોહનભાઇ રામાણીની જામીન અરજીને ગુજરાત હાઇકોર્ટે ચાર્જશીટ બાદ રદ કરેલ છે.

આ બનાવની વિગત એવી છે કે જયેશભાઇ છગનભાઇ રામાણી રહેઃ- કબીરવન સોસાયટી, રાજકોટવાળા ચાંદીના દાગીના બનાવવાનો વ્યવસાય કરતા હતા. આ કામમાં મૃત્યુ પામનાર જયેશભાઇ છગનભાઇ રામાણી ઉ.વ.આ.૩૫ આ કામના ત્હોમતદાર કિશોરભાઇ ચનાભાઇને ચાંદીના દાગીનાનો ઉધાર માલ આપેલ હતો. જે પેટે રૂ.૨૬,૦૦,૦૦૦ અંકે રૂપિયા છવ્વીસ લાખ પુરા ગુજરનાર જયેશભાઇ છગનભાઇ રામાણીને કિશોરભાઇ ચનાભાઇ પાસેથી લેવાના હોય જેની ઉઘરાણી ગુજરનાર અવાર નવાર આ કામના આરોપી કિશોર ચનાભાઇ પાસે કરતા હોય જેના ઉઘરાણી ગુજરનાર અવાર નવાર આ કામના આરોપી કિશોર ચનાબઆઇ પાસે કરતા હોય જેના અનુસંધાને કિશોર ચનાભાઇ ચાંદીના માલ પેટેના રૂપિયા આપતા ન હોય અને ગુજરનાર તેની વારંવાર ઉઘરાણી કરતા હોય જેના ભાગરૂપે ગત તા. ૫/૧૧/૧૮ના રોજ આ કામના આરોપી વિકશોરે ગુજરનાર જયેશ છગનભાઇ રામાણીને બોલાવેલ અને ગુજરનાર આરોપીના કહેવા મુજબ જીયાણા ગામે ગયેલ અને ત્યાં આ કામના ત્હોમતદાર કિશોર ચના તથા ચના મોહન, જીતેન્દ્ર ઉર્ફે જતીન ચનાએ તેમના જીયાણા ગામે બંને આરોપી ચનાભાઇ તથા જીતેન્દ્ર ઉર્ફે જતીનએ ગુજરનાર જયેશ છગનભાઇ રામાણીને પકડી રાખીને આ કામના આરોપી કિશોર ચનાએ સલ્ફીયુરીક એસીડ પીવડાવી હત્યા કરી હતી.

આ બનાવના અનુસંધાને ગુજરનારના પિતા છગનભાઇ રામાણીએ આરોપીઓ વિરૂધ્ધ ફરીયાદ આપેલ હતી. તેના દીકરાને બળજબરીપૂર્વક એસીડ પીવડાવી અને મોત નીપજાવેલ તેવી ફરીયાદ કરતા કુવાડવા પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારીએ આઇ.પી.સી. કલમ ૩૦૨,૧૨૦ (બી),૨૦૧ અને ૧૧૪ મુજબનો ગુન્હો નોંધવામાં આવેલ હતો.

આ ગુન્હો નોંધવામાં આવતા કુવાડવા પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારીઓએ આ ગુન્હાના કામમાં તમામ આરોપીઓની અટક કરી આગળની કાર્યવાહી કરેલ જેમાં જરૂરી નિવેદન તેમજ ગુજરનાર દ્વારા લખાયેલ ચીઠી કબ્જે કરવામાં આવેલ હતી. અને પોલીસ અધિકારી દ્વારા આ કામના ત્રણેય ત્હોમતદાર વિરૂધ્ધ નામદાર કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરેલ છે અને ત્યારબાદ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરતા સેશન્સ કોર્ટ દ્વારા જામીન અરજી નામંજુર કરેલ ત્યારબાદ આરોપીઓ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં રેગ્યુલર જામીન ઉપર મુકત થવા જામીન અરજી દાખલ કરેલ અને ગુજરાત હાઇકોર્ટમાં દલીલના અંતે આરોપીઓ દ્વારા સદરહું  પોતાની જામીન અરજી વિથડ્રો કરેલ જેથી આરોપીઓની જામીન અરજી પાછી ખેંચાઇ હતી.

આ કામમાં નામદાર ગુજરાત હાઇકોર્ટમાં મુળ ફરીયાદી વતી વિરાટ પોપટ તથા સ્પે.પી.પી.તરીકે નિતેશ કથીરીયા તથા મુળ ફરીયાદી વતી ભગીરથસિંહ ડોડીયા, કિરીટ નકુમ, હેમાંશુ પારેખ, જયવીર બારૈયા, મીલન જોષી, રવિરાજસિંહ જાડેજા, દીપ વ્યાસ એડવોકેટ તરીકે રોકાયેલા છે.

(3:46 pm IST)