Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

વોર્ડ નં. ૧૩ના આંબેડકરનગરમાં 'માં અમૃતમ કાર્ડ' અને સીવીક સેન્ટરમાં આધાર કાર્ડની કામગીરી ચાલુ કરોઃ કોંગ્રેસ

રાજકોટ, તા. ૨૪ :. વોર્ડ નં. ૧૩માં આંબેડકરનગરમાં આરોગ્ય કેન્દ્ર આવેલુ છે અને આજુબાજુનો વિસ્તાર પછાત વિસ્તાર છે. હાલ લોકો આધાર કાર્ડ અને માં અમૃતમ કાર્ડમાં પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ઉપરાંત આ વોર્ડમાં સીવીક સેન્ટર હાલ ખાલી પડયુ છે. તેમા આધારની કામગીરી અને આરોગ્ય કેન્દ્રમાં માં અમૃતમ કાર્ડની કામગીરી ચાલુ કરવા કોંગી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે મ્યુ. કમિશ્નરને રજૂઆત કરી છે.

તેઓએ રજૂઆતમાં જણાવ્યુ છે કે અહીં કેન્દ્ર ચાલુ થતા વોર્ડ નં. ૧૨ અને ૧૮ના લોકોને પણ આનો લાભ મળશે માટે તાત્કાલીક યોગ્ય કરવા માંગ છે.

(3:38 pm IST)