Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

એક લાખનો ચેક પાછો ફરવાના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો ફરમાવતી કોર્ટ

રાજકોટ તા ૨૪  :  અત્રે માર્કેટીંગ યાર્ડ સામે રાજકોટ મુકામે રહેતા સવિતાબેન શામજીભાઇ ગોઢાએ જકાતનાકા મોરબી રોડ પર રહેતા અરજણભાઇ મોહનભાઇ દામાણી સામે રૂ.૧,૦૦,૦૦૦/- નો ચેક પરત ફરતા ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ મુજબ ફરીયાદ નોંધાવેલ જે રાજકોટના અધિક જયુડી. મેજી. કોર્ટમાં ચાલી જતા આરોપી અરજણભાઇ મોહનભાઇ દામાણીને નિર્દોષ ઠરાવી છોડી મુકેલ છે.

ફરિયાદીએ ફરીયાદ મુજબ તહોમતદાર તેમના સગા થતા હોય અંગત કારણોસર રૂા ૩,૦૦,૦૦૦/- આરોપી અરજણભાઇને હાથ ઉછીના આપેલા જે રકમની ચુકવણીના પાર્ટ પેમેન્ટ પેટે અરજણભાઇ મોહનભાઇ દામાણીએ તા. ૧૫/૦૩/૨૦૧૭ ના રોજનો રાજકોટ તાગરીક સહકારી બેંક લી. નો રૂા ૧,૦૦,૦૦૦/- નો ચેક આપેલ જે ચક એકાઉન્ટ કલોઝના શેરા સાથ પરત ફરેલ અને ત્યારબાદ ફરીયાદીએ પોતાના એડવોકેટ મારફત દિન ૧૫માં લેણી રકમ ચુકવવા કાનુની નોટીશ આપેલ.આરોપી અરજણભાઇ મોહનભાઇ દામાણીએ રકમ નહીં ચુકવતા રાજકોટ કોર્ટમાં આરોપી અરજણભાઇ સામે ધી નેગો.ઇન્સ્ટ્રુ. એકટની કલમ ૧૩૮  મુજબ ફરીયાદ દાખલ કરેલ હતી.

ત્યારબાદ આ કામમાં તહોમતદારે. સોગંદ ઉપર પોતાની જુબાની આપેલ અને પોતાનો બચાવ રજુ કરેલ ત્યાર બાદ આ કામમાં ફરીયાદ પક્ષની દલીલ તેમજ આરોપી તરફે દલીલ રજુ કરી અને જુદી જુદી વડી અદાલતોના ચુકાદાઓ રજુ રાખી અને જુદી જુદી વડી અદાલતોએ પ્રતિપાદિત કરેલ સિદ્ધાંતો ધ્યાનમાં લઇ અને તહોમતદારને નિર્દોષ ઠરાવી છોડી મુકવા  દલીલ કરેલ. રાજકોટના ૯માં અધિક ચીફ જયુડી. મેજી. કોર્ટે આરોપી પોતાનો બચાવ કરવા સફળ થયેલ હોવાનું ઠરાવી અને રજુઆત માન્ય રાખી અને આરોપી અરજણભાઇને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ફરમાવેલ છે. આ કામમાં આરોપીઓ રાજકોટના ધારાશાસ્ત્રી શ્રી અમીત એસ. ભગત, આનંદકુમાર ડી. સદાવ્રતી, ધર્મેન્દ્ર ડી. બરવાડીયા તથા હિરેન્દ્રસિંહ આર. ચોહાણ રોકાયેલ હતા.

(3:38 pm IST)