Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

રંગીલા થાઇલેન્ડમાં રામાયણ અને રામનું આગવુ સ્થાનઃ તખુભા રાઠોડ

થાઇલેન્ડમાં હિન્દુ અને બૌદ્ધ ધર્મનો ગજબ સંગમ છેઃ તાજેતરમાં ત્યાંના રાજવીની રાજતિલક વિધી હિન્દુ અને બૌદ્ધ પરંપરા મુજબ મુળ ભારતીય (તામીલનાડુ) ના પંડિતો-બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચારસહ કરાવેલ : તિલક વિધિ બાદ રાજાનું નામ ''રાજા દશમ'' રાખવામાં આવેલ છે, ત્યાંના રાજવીઓ તેમને રઘુકુળના વંશજ માને છે

જન જાગૃતિ અભિયાન મંચના પ્રમુખ શ્રી તખુભા રાઠોડ પ્રવાસીઓનું પ્રિય અને રંગીલા થાઇલેન્ડની ધાર્મિક સંસ્કૃતિ અંગે વાંચકોને વિગત આપતા જણાવે છે કે થાઇલેન્ડમાં હિન્દુ અને બૌદ્ધ ધર્મનો ગજબ સંગમ જોવા મળે છ.ે અહીં ભગવાન રામ અને રામાયણની, રાજા અને પ્રજા ઉપર ઉડી અસર છે. તાજેતરમાં ત્યાંના રાજવીની રાજતિલક વિધિમાં આ હકીકત ખૂબ જ સારી રીતે ઉજાગર થયેલ છે.

થાઇલેન્ડમાં રાજાશાહી પ્રથા ખૂબ જ જુની છ.ે પરંતુ ૧૯૩રમાં પ્રજાની જાગૃતિ અને નારાજગીથી રાજાની સતા ઉપર લગામ લાગેલ, પરંતુ લોકશાહી નબળી પડતા લશ્કરી શાસનમાં રાજાએ  લશ્કરના આશિર્વાદથી બંધારણમાં કેટલાક સુધારા કરાવી રાજવી સતા મજબુત બનાવી લીધેલ. વધુમાં ત્યાંની પ્રજાનો એક વર્ગ પણ રાજવીને ચાહે છે. રાજા અને તેના પરિવારના સભ્યો વધુ સમય યુરોપના દેશોમાં વિતાવે છે અને રાજા અને પરિવારના સભ્યો બ્રિટન અને અન્ય દેશનું ઉચ્ચ શિક્ષણ ધરાવે છે. વિશ્વના અનેક રાજાશાહી દેશોનાં પ્રમાણમાં અહીની રાજાશાહી સખ્ત છે અને રાજવી વિશ્વના ખૂબ જ ધનવાન રાજવીમાં ગણાય છ, તેઓ ૬૦ અબજ યુરોના માલીક છ.ે આ દેશના રાજવીના ગુન્હા સબબ વધુમાં વધુ પંદર વર્ષની જેલની સજા થઇ શકે છે.

આપણાં માટે આનંદ અને ગૌરવ લેવા લેવી બાબત એ છે કે આ દેશમાં હિન્દુ અને બૌદ્ધ ધર્મનું ખૂબ જ પ્રભુત્વ છે. ખાસ રામાયણમાં અહીની પ્રજાનો એક વિશાળ વર્ગ ઉડી આસ્થા ધરાવે છ.ે

તાજેતરમાં ત્યાંના વર્તમાન રાજવી વજિરાલોંગકોર્નની રાજતિલક વિવિધ હિન્દુ પરંપરા મુજબ તથા બૌદ્ધ ધર્મની પરંપરા મુજબ મુળ ભારતીય તમીલનાડુ કુળના પંડિતો, બ્રાહ્મણોએ દિવસો સુધી મંત્રોચ્ચાર સહ આ રાજતિલક વિવિધ કરાવેલ. આ રાજતિલક વિધિમાં ત્યાંના છોતેર પવિત્ર જળાશયોનું જળ એકત્રિત કરી આ જળમાં ગંગાજળને ઉમેરી કળશો ભરવામાં આવેલ અને આ કળશો ત્યાંના વિવિધ બૌદ્ધ મઠમાં રાખી પવિત્ર કરેલ ને બાદમાં આ જળનો ઉપયોગ રાજતિલક વિધિમાં કરવામાં આવેલ. રાજાની તિલકવિધિ બાદ રાજાનું નામ ''રાજા દશમ'' રાખેલ છે. અહિના રાજવી પોતાને રઘુકુળના વંશજો ગણાવે છે જે અંગેના કોઇ પ્રમાણ જાણવા મળતુ નથી.

અયોધ્યામાં આવેલ ભવ્ય આંતરરાષ્ટ્રીય રામાયણ મ્યુઝિયમમાં થાઇલેન્ડનો એક કોર્નર છે. થાઇલેન્ડમાં એક અયોધ્યા નગર છે તથા એક નદીનું નામ પણ તાપી છે.

વર્તમાન રાજવી વજિરાલોંગકોને છાસઠ વર્ષના છે. તેઓ સારા પાયલટ છ.ે વિદેશ પ્રવાસમાં પોતાનું બોઇંગ વિમાન જાતે જ ઉડાડી પ્રવાસ કરવાના શોખીન છે. તેઓએ પોતાના ચોથા લગ્ન તેમની લેડી બોડીગાર્ડ સાથે કરી દેશ અને વિદેશમાં ચર્ચા જગાવેલ.

સાત દાયકા બાદ થાઇલેન્ડમાં રાજતિલક વિધિ થયેલ જેથી ત્યાંની પ્રજામાં આ રાજતિલક વિધિ જાણવા અને જોવા ખૂબ જ ઉત્સાહ હતો આ રાજતિલક વિધિ અંગે દુનિયાના અનેક દેશોના સમાચાર પત્રોએ નોંધ લીધેલ.

સંકલનઃ

તખ્તસિંહ (તખુભા) રાઠોડ

(રાજકોટઃ મો.૯૮ર૪ર ૧૬૧૩૦)

(3:35 pm IST)