Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

ટાટા પાવર સોલાર દ્વારા હવે રાજકોટમાં સોલાર રૂફટોપઃ પ કિલોવોટ દીઠ પ૦ હજાર સુધીની બચત

ક્રિકેટ કલબ ઇન્ડીયા સાથે હાથ મીલાવ્યાઃ મુંબઇમાં સોલાર પાવર્ડ ક્રિકેટ સ્ટેડીયમ ઉભું કર્યું...

ટાટા પાવર સોલાર દ્વારા આજે સોલાર રૂફટોપ કલેકટર કચેરી ખાતે લોન્ચીંગ કરાયું હતું, તસ્વીરમાં કલેકટર ડો. રાહુલ ગુપ્તા ઉદ્દઘાટન કરતા, તથા બીજી તસ્વીરમાં કલેકટરશ્રી ઉપરાંત એડી. કલેકટરશ્રી પરિમલ પંડયા, ધરતી હોન્ડાવાળા શ્રી દિનેશભાઇ, કંપનીના નીકિતા મેડમ વિગેરે નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)(૭.૩ર)

કલેકટર કચેરી ખાતે કલેકટરના હસ્તે લોન્ચીંગઃ પત્રકારોને વિગતો આપતા નીકિતા

રાજકોટ તા. ર૪: ભારતની સૌથી વિશાળ સૌર ઊર્જા કંપની અને ટાટા પાવરની સંપૂર્ણ માલિકીની સબસિડિયરી ટાટા પાવર સોલારે તેની દેશવ્યાપી નિવાસી સોલાર રૂફટોપ ઝુંબેશ રજુ કરી છે આ ઝુંબેશ ગુજરાતના ચોથા સૌથી વિશાળ શહેર રાજકોટમાં નિવાસી સોલાર રૂફટોપ નિવારણોને અમલ કરવા માટે રહેવાસીઓને પ્રેરિત કરવા માટે રજૂ કરવામાં આવી હતી. આ ઝૂંબેશનો હેતુ ભારતનાં ૧૦૦ શહેરોને આવરી લેવાયો છે અને તે વાર્ષિક પ કિલોવેટ દીઠ રૂ. પ૦,૦૦૦ સુધી બચત કરાવવાની ધારણા છે. રાજકોટના જિલ્લાધિકારી આઇએએસ શ્રી રાહુલ બી. ગુપ્તા અને રાજકોટની પશ્ચિમ ગુજરાત વીજ કં. લિ.ના સી.ઇ. (ટેક.) શ્રી જે. જે. ગાંધી તથા અને એડી. કલેકટરશ્રી પરિમલ પંડયાની સાથે સરકારમાંથી અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને કોર્પોરેટ ઉદ્યોગમાંથી મુખ્ય નિર્ણયના ઘડવૈયાઓએ તેમની હાજરીમાંથી મુખ્ય નિર્ણયના ઘડવૈયાઓએ તેમની હાજરી સાથે કલેકટર કચેરી ખાતે આ ઇવેન્ટ લોન્ચ કરી હતી.

ઝુંબેશને ટેકો આપવા અને ઝુંબેશ વિશે વધુ જાગૃતિ ફેલાવવા માટે ટાટા પાવર સોલારે શહેરમાં સાઇકલ રેલીનું પણ આયોજન કર્યું હતું. જેમાં સ્થાનિક રહેવાસીઓને સૌર ઊર્જા અપનાવવાના લાભો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ સાથે પહેલા આસપાસમાં પણ જોડાણ ધરાવે છે. જયાંના ગ્રાહકો પણ નવીનીકરણક્ષમ ઉર્જાનું મહત્વ સમજશે.

આ પહેલા સાથે ટાટા પાવર સોલાર ગુણવત્તાયુકત પ્રોડકટો. વિશ્વ કક્ષાનાં ગ્રાહકલક્ષી નિવારણો અને ગ્રાહકોના સંતોષની પણ પાર જાય તેવો વ્યાપક સેવા ટેકો આપીને ગ્રાહકો સાથે મજબુત સંબંધ વિકસાવવા પર નિપુણતાની બાંયધરી આપે છે.

આ પ્રસંગે ટાટા પાવર સોલારની શ્રી નિકિતાએ પત્રકારોને ઉમેર્યું હતું કે, નિવારણો ડીઝલ જનરેટરોનો ઉપયોગ ઓછો કરે છે. જેને લીધે ઇંધણની વધુ બચત થાય છે. કંપની પાસે ભારતભરમાં મજબૂત ૧પ૦થી વધુ સેલ્સ અને સર્વિસ ચેનલ ભાગીદારો છે. જેઓ તેમના મૂલ્યવાન ગ્રાહકોને ફાઇનાન્સિંગ વિકલ્પો પૂરા પાડે છે.

હાલમાં ટાટા પાવર સોલારે સફળતાથી પાવાગઢ સોલાર પાર્કમાં ૪૦૦ મેગાવેટના ઇન્સ્ટોલેશન્સ કર્યા છે. આ ઉપરાંત ટાટા પાવર સોલાર કોચિન ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે એક સ્થળ અને ભારતના સૌથી વિશાળ કારપોર્ટ ખાતે વિશ્વનું સૌથી રૂફટોપ ગોઠવવાની પણ સફળ પાર્શ્વભૂ ધરાવે છે. ટાટા પાવર સોલારે ક્રિકેટ કલબ ઓફ ઇન્ડિયા સાથે હાથ મેળવ્યા છે અને વિક્રમી ૧૦૦ દિવસમાં દુનિયામાં સૌથી વિશાળ સોલાર પાવર્ડ ક્રિકેટ સ્ટેડિયમ મુંબઇ નિર્માણ કર્યું છે.

ટાટા પાવરના એમડી અને સીઇઓ શ્રી પ્રવીર સિંહાએ જણાવ્યું હતું કે આ નવી ઝુંબેશ ગ્રાહકોને સ્વચ્છ અને હરિત નિવારણ તરફ પગલું મૂકવા માટે પ્રોત્સાહન આપશે. અમને દેશભરમાં અમારા ગ્રાહકોને આસાન અને ખર્ચ અસરકારક વીજળી ઉપજાવવા માટે સોલાર રૂફટોપ ઓફર કરવાની બેહદ ખુશી છે અમે રાજકોટના બધા ગ્રાહકોને આ સેવાનો સંપૂર્ણ લાભ લેવા માટે અનુરોધ કરીએ છીએ.

ટાટા પાવર (રિન્યુએબલ્સ)ના પ્રેસિડેન્ટ શ્રી આશિષ ખન્નાએ જણાવ્યું હતું કે નવી ઝુંબેશ સાથે અમે અમારા નિવાસી ગ્રાહકોને વ્યાવસાયિક લાભોનું જ્ઞાન આપવા માગીએ છીએ અને સોલાર રૂફટોપ ઇન્સ્ટોલેશનના ગુણવત્તાયુકત પાસા પણ આપવા માગીએ છીએ અમને આશા છે કે આવી પહેલો અને અમારા ખર્ચ અસરકારક રૂફટોપ નિવારણો ગ્રાહકોને ઉર્જાની બચત કરવામાં અને વીજળીનો ખર્ચ ઓછો કરવામાં મદદરૂપ થશે.

(3:24 pm IST)