Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

આઇ.એ.એસ. ની જેમ શિક્ષણ ક્ષેત્રે આઇ.ઇ.એસ. કેડર રચવાની પણ જરૂર છે : ડો. કમલેશ જોશીપુરા

બનારસ ખાતે 'કોલેજીયમ ઓફ વાઇસચાન્સલર્સ'ના ફોરમમાં કર્યા સુચનો

રાજકોટ તા. ૨૪ : રાષ્ટ્રીય શિક્ષણ નીતિના મુસદા અનુસંધાને માનવ સંશાધન વિકાસ મંત્રાયલ દ્વારા તાજેતરમાં બનારસ ખાતે 'કોલેજીયમ ઓફ વાઇસ ચાન્સેલર્સ' ના ફોરમમાં ભારતીય વિચાર પર આધારીત અને વૈશ્વિક રીતે સ્વીકૃત જ્ઞાનપધ્ધતિ અમલમાં લાવવાની હિમાયત કરાવમાં આવી હતી.

દેશભરના ૩૦ જેટલા અગ્રણી કુલપતિઓના બનેલા કોલેજીયમ ફોરમમાં રાજકોટના તજજ્ઞ વકતા અને વરીષ્ઠ પૂર્વ કુલપતિ પ્રો. કમલેશ જોશીપુરાએ પણ ભાગ લીધો હતો. તેઓએ આગામી ૨૦૨૦ માં ઉભી થનાર અર્થવ્યવસ્થા સંદર્ભે ઉભા થનાર પડકારોની સાથે આવશ્યક કુશળ માનવ સંશાધનનની જરૂરીયાત સંદર્ભે યુનિવર્સિટીઓ કેવા અભ્યાસક્રમો લાવી શકે તે અંગે સવિશેષ ચર્ચા કરી હતી. 'લીબરલ આર્ટસ' ની સંકલ્પના સ્પષ્ટ કરતા જણાવેલ કે માનવવિદ્યા, ભાષાની સાથે સાયન્સ અને એજન્જીનીયરીંગમાં કલા, સંગિત, સ્થાપત્ય સહીતના આયામો ઉપર અભ્યાસ કરવા ઇચ્છુક વિદ્યાર્થીને તે અર્થેની સુવિધા મળી રહે તે માટે રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં કરાયેલ ભલામણ સંદર્ભે કોલેજીયમ સહમતીનો સુર વ્યકત કરી આ સંદર્ભે ક્રેડીટનું માળખુ વધુ સુદ્રઢ બનાવાવ પર ભાર મુકેલ.

ભારતીય બંધારણમાં ૮૬ માં બાંધારણીય સુધારાથી આરટીઇની વય ૬ માંથી ૩ વર્ષ કરવામાં આવેલ છે. આ સ્થિતિમાં નર્સરી, કે.જી., હાયર કે.જી.ના માધ્યમથી બાળકોનાં સર્વાંગીણ વિકાસનું લક્ષ્ય ૨૦૨૫ ની સાધ સુધીમાં સિધ્ધ કરવાની સંકલ્પના કરાયેલ છે અને ર૦૩૦ સુધીમાં ૧૦૦ ટકા શાળા પ્રવેશનું લક્ષ્ય રાખવામાં આવેલ.

એક મહત્વપૂર્ણ સુચન કરતા પ્રો. કમલેશ જોશીપુરાએ જણાવેલ કે જે રીતે ભારતીય સનદી સેવા આઇ. એ. એસ. છે તે પ્રકારે ઇન્ડીયન એજયુકેશન સર્વીસ આઇ. ઇ. એસ. ની રચના કરવાની તાતી જરૂર છે. ગુજરાતમાં વર્તમાનમાં સ્ટેટ એજયુકેશન સર્વીસ છે જ તે રીતે રાષ્ટ્રીય સ્તર પર આ સેવા અમલમાં લાવવી જોઇએ. પ્રત્યેક રાજયમાં ટીચર યુનિવર્સિટી સ્થાપવાની પણ ડો. જોશીપુરાએ હીમાયત કરી હતી.

કોલેજીયમનું ઉદ્દઘાટન કાશી હિન્દુ વિશ્વ વિદ્યાલયના કુલપતિ શ્રી રાકેશ ભટનાગરે કરેલ. આ પ્રસંગે વરીષ્ઠ કુલપતિ શ્રી એ. ડી. એન. બાજપાઇ,  એસો.ઓલ ઇન્ડીયા યુનિ. ના પી. બી. શર્મા, બીહારના ગુલાબ જયસ્વાલ, આસામથી ગીરીશ્વર મિશ્રા અને દીલીપનાથ, ત્રિુપરાથી ધારૂકરક ચેન્નઇથી રામમોહન પાઠક, યુજીસીના શ્રીમતી અર્ચના ઠાકુર, આઇયુસીટીઇના બીનોદ ત્રિપાઠી વગેરે શિક્ષણવિદ્દો ઉપસ્થિત રહ્યા હતા.

(3:21 pm IST)