Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

પ૩ માં જન્મ દિવસે ૫૩ વૃક્ષોનું રોપણ : ડો. રાખોલીયાનું પ્રેરણાદાયી કાર્ય

રાજકોટ : સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દક્ષિણ નગરના દેવપરા શાયમ શાખાના શીશુકાળથી સ્વયંસેવક ડો. દેવેન્દ્રભાઇ ગોવિંદભાઇ રાખોલીયાએ પોતાના ૫૩ માં જન્મ દિવસની ઉજવણી ૫૩ વૃક્ષોના રોપણ સાથે કરી હતી. મનહર પ્લોટ શેરી નં.૭ ખાતે હરીકૃષ્ણ એકસરે એન્ડ સોનોગ્રાફી કિલનીક ધરાવતા ડો. રાખોલીયાની પુત્રી વૈદેહી દિલ્હી એઇમ્સમાં અભ્યાસ કરે છે. પુત્ર ગૌતમ કેલીફોર્નીયા યુ.એસ.એ.માં અભ્યાસ કરે છે. તેમણે પિતાશ્રીની આ રીતે જન્મદિનની ઉજવણીને આનંદથી આવકારી શુભેચ્છા પાઠવી હતી. કુટુંબના નાના મોટા સભ્યો આ વૃક્ષારોપણ કાર્યમાં જોડાયા હતા. આ રીતે વૃક્ષો વાવીને જન્મદિન ઉજવનાર ડો. દેવેન્દ્રભાઇ પર ઠેરઠેરથી અભિનંદનવર્ષા થઇ રહી છે.

(3:20 pm IST)