Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

'આપણા ડોકટર આપણે પોતે જ બનીએ' : કલબ યુવી વિમેન્સ વિંગ દ્વારા સુજોક થેરાપી અંગે અવેરનેસ કેમ્પ

રાજકોટ : કલબ યુવી વિમેન્સ વિંગ એ શહેરમાં વસતા પાટીદાર બહેનોની સંસ્થા છે. આ સંસ્થા પોતાના મેમ્બરો માટે સમયાંતરે અલગ અલગ પ્રોગ્રામોનું આયોજન કરે છે, જેના ભાગરૂપે તાજેતરમાં સુજોક થેરાપી અંગે અવેરનેસ કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ સેમીનારમાં સુજોક નિષ્ણાંત અને  ઇન્ટરનેશનલ એવોર્ડ વિજેતા તપનભાઇ પંડયાએ સરળ અને સુંદર રીતે એકયુપ્રેસર અને હીલીંગ આધારીત થેરાપીની વિશેષતાઓ સમજાવી હતી. આપણે જાતે જ આપણી સારવાર કઇ રીતે કરી શકીએ તેની માહીતી આપી હતી. આ સેમિનારમાં વૈકલ્પિક ચિકિત્સા પદ્ઘતિમાં સૌથી વધારે વૈજ્ઞાનિક અભિગમ ધરાવતી સુજોક થેરાપી વિશે સમજણ આપવામાં આવી હતી. જેમાં આ થેરાપીનો ઉદભવ, તેનો વૈજ્ઞાનિક અભિગમ, તેના ફાયદાઓ અને પરિણામો વિશે વિસ્તૃત રજૂઆત કરવામાં આવી હતી. ફકત હાથ અને પગનાં પંજામાં જ એકયુપ્રેશર, એકયુપંચર, કલર, મેગ્નેટ, અનાજના દાણાઓ, મોક્ષા જેવા સાધનો દ્વારા કોઈ પણ જાતની આડ અસર વગર સારવાર કરતી સુજોક થેરાપી કફથી માંડીને કેન્સર સુધીના રોગો માટે ઉપયોગી બની રહ્યાની વિગતો અહીં રજુ કરાઇ હતી. આ થેરાપી શીખવામાં અને શીખવવામાં પણ સરળ હોવાનું તપનભાઇ પંડયાએ જણાવ્યુ હતુ. આ પ્રોગ્રામનું સંચાલન કલબ યુવી વિમેન્સ વિંગના પ્રમુખ જોલીબેન ફળદુના માર્ગદર્શન હેઠળ કલબ યુવીના કમીટી મેમ્બર શિલ્પાબેન દલસાણીયા, શિલ્પાબેન સુરાણી અને તોરલબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતુ. પ્રોગ્રામ દરમિયાન મેમ્બર્સના અવેરનેસ પ્રતિના આગ્રહને ધ્યાનમાં રાખી હવે પછીના ટૂંક સમયમાં સુજોક ટ્રીટમેન્ટ કેમ્પનું પણ આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું. જેમનું રજીસ્ટ્રેશન સ્થળ પર જ શરૂ કરી દેવાયુ હતુ. આ કેમ્પ માટે જગ્યા ફાળવનાર ધોળકિયા સ્કુલના મિતુલભાઇ ધોળકિયા સહિતના સ્કુલ સ્ટાફનો પણ આભાર માનવામાં આવેલ. આ પ્રકારના નિૅંશુલ્ક અવેરનેસ કેમ્પનું આયોજન કરવાં માટે રસ ધરાવનાર સંસ્થા, જ્ઞાતિમંડળ, કચેરીઓ, સોસાયટી વગેરે તપન પંડયાનો (૯૮૭૯૮ ૪૧૦૪૮) સંપર્ક કરી શકે છે. કલબ યુવીની આવનાર નવરાત્રી મહોત્સવ અન્વયે કલબ યુવી વિમેન્સ વિંગના મેમ્બરો માટે સ્પેશ્યલ દાંડિયારાસની ટ્રેનીંગનાં કલાસીસ ચાલુ કરવામાં આવનાર છે. તેનાથી સભ્યોને માહિતગાર કરેલ છે. તેમજ કલબ યુવી દ્વારા તા. ૨૫/૦૭/૨૦૧૯ નાં 'કરલો દુનિયા મુઠ્ઠી મે' નાટકનું આયોજન કરેલ છે, તેમજ તા. ૦૫/૦૮/૨૦૧૯ નાં 'પુરાની યાદે' જુના કર્ણપ્રિય ગીતોનો કાર્યક્રમ આયોજીત કરાયો છે. તે અંગેની જાહેરાત આ કાર્યક્રમ દરમિયાન કરાઇ હતી. કલબ યુવી વિમેન્સ વીંગમાં કમિટીમાં જોલીબેન ફળદુ, સોનલબેન ઉકાણી, દિપાલીબેન પટેલ, નિરીશાબેન લાલાણી, રૂચિબેન મકવાણા, શિલ્પાબેન દલસાણીયા, ખ્યાતિબેન સુરેજા, શીતલબેન લાડાણી, નીપાબેન કાલરીયા, દીપ્તીબેન અમૃતિયા, શિલ્પાબેન સુરાણી, પૂજાબેન ગોલ, સીમાબેન પટેલ,  સુનિતાબેન ઓગણજા, શીતલબેન હાંસલિયા, શીતલબેન ભલાણી, હેતલબેન કાલરીયા, વૈશાલીબેન ઓગણજા, રેખાબેન વૈશ્નાણી, જલ્પાબેન વાછાણી, હિરલબેન ધમસાણીયા, તોરલબેન ભડાણીયા, શ્રુતિબેન ભડાણીયા, મીનલબેન પટેલ, જોલીબેન કાલાવડિયા, સેજલબેન કાલાવડિયા, નીતાબેન માકડિયા, સરલાબેન પટેલ સેવા આપી રહ્યા છે.

(3:20 pm IST)