Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

આજીડેમ અને તાલુકા પોલીસના જૂગારના બે દરોડામાં ૧૧ પકડાયા

ન્યુ રાધેશ્યામ સોસાયટી અને જય ભીમનગરમાં જૂગાર રમાતો'તો

રાજકોટ તા. ૨૪: આજીડેમ અને તાલુકા પોલીસે જૂગારના બે દરોડામાં ૧૧ શખ્સોને પકડી લીધા હતાં.  આજીડેમ પોલીસે બ્રહ્માણી હોલ પાછળ ન્યુ રાધેશ્યામ સોસાયટી-૧૨માં બંધ શેરીમાં દરોડો પાડી  સાત શખ્સોને જૂગાર રમતાં પકડી લઇ રૂ. ૩૬૮૦૦ની રોકડ કબ્જે કરી હતી. જ્યારે તાલુકા પોલીસે ચારને પકડ્યા હતાં.

આજીડેમ પોલીસે મહેશ નટુભાઇ પરમાર (ઉ.૩૭-રહે. ન્યુ રાધેશ્યામ-૧૨), ત્રિભુવન રમેશભાઇ વ્યાસ (ઉ.૨૮-રહે. ન્યુ રાધેશ્યામ-૧૦), કોૈશિક રમેશભાઇ કપુપરા (ઉ.૨૧-રહે. યાર્ડ પાસે આરએમસી કવાર્ટર), ભાવેશ મુળુભાઇ બોરીસાગર (ઉ.૩૮-રહે. લાપાસરી રોડ રૂષીપ્રસાદ સોસાયટી-૧), રાહુલ વિજયભાઇ પરમાર (ઉ.૨૩-રહે. ભગીરથ સોસાયટી-૮) તથા મહેશ ભીમજીભાઇ જોષી (ઉ.૪૧-રહે. ગોકુલ પાર્ક-૨ રણુજા મંદિર પાછળ) તથા મેહુલ પરષોત્તમભાઇ વાવળીયા (ઉ.૨૩-રહે. સંત કબીર રોડ કનકનગર-૨)ને પકડી લીધા હતાં.

ઇન્ચાર્જ પી.આઇ. એમ. જે. રાઠોડની રાહબરીમાં પીએસઆઇ આર. બી. વાઘેલા, હેડકોન્સ. કનકસિંહ સોલંકી, કોન્સ. શૈલેષભાઇ ભીસડીયા, કુલદીપસિંહ જાડેજા, શૈલેેષભાઇ નેચડા તથા ભીખુભાઇ મૈયડે આ કામગીરી કરી હતી.

જ્યારે તાલુકા પોલીસ મથકના પીઆઇ વી.એસ. વણઝારાની રાહબરીમાં પીએસઆઇ એન. કે. રાજપુરોહિત સહિતની ટીમે નાના મવા રોડ જય ભીમનગર-૫માં પ્રવિણ ખીમજીભાઇ પરમાર (ઉ.૩૩)ના ઘરમાં દરોડો પાડી તેને તથા મકા ઘેલાભાઇ પરમાર, મોહન વશરામભાઇ વાઘેલા અને કાનજી ભનુભાઇ બગડા (રહે. બધા ભીમનગર)ને પકડી લઇરૂ. ૫૦૫૦ રોકડા તથા ગંજીપાના કબ્જે લેવાયા હતાં.

(1:23 pm IST)