Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

શિવપરામાં ડાયાબિટીસથી કંટાળી વાળંદ વૃધ્ધા સુશિલાબેન હિરાણીનું અગ્નિસ્નાન

રાજકોટ તા. ૨૪: રૈયા રોડ પર બ્રહ્મસમાજ પાસે શિવપરા-૩માં રહેતાં સુશિલાબેન શાંતિલાલ હિરાણી (ઉ.૬૦) નામના વાળંદ વૃધ્ધાએ સાંજે આઠેક વાગ્યે શરીરે કેરોસીન રેડી કાંડી ચાંપી આપઘાતનો પ્રયાસ કરતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને  અક્ષય ડાંગરે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી. સુશિલાબેનને સંતાનમાં બે પુત્ર દિલીપભાઇ અને મનિષભાઇ છે. પરિવારજનોના કહેવા મુજબ ડાયાબિટીસની બિમારીથી કંટાળી જઇ સુશિલાબેને આ પગલુ ભર્યુ હતું. તેઓ સારવાર હેઠળ છે.

(11:20 am IST)