Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

વામ્બે આવાસ કવાર્ટરમાં લીલા ઉર્ફ ઇલા સંચાલિત કૂટણખાનામાં દરોડોઃ ગ્રાહક સહિત બે પકડાયા

ગ્રાહક દીઠ ૧૦૦૦ વસુલી લલનાને ૫૦૦ આપતીઃ તાલુકા પોલીસે ડમી ગ્રાહક મોકલી દરોડો પાડ્યો

રાજકોટ તા. ૨૩: કાલાવડ રોડ પર વામ્બે આવાસ ત્રણ માળીયા કવાર્ટરમાં રહેતી એક મહિલા પોતાના ઘરમાં બહારથી લલનાને બોલાવી વેશ્યાવૃતિ કરાવતી હોવાની બાતમી પરથી તાલુકા પોલીસે ડમી ગ્રાહક મોકલી દરોડો પાડી એ મહિલાને તથા એક ગ્રાહકને પકડી લઇ કાર્યવાહી કરી હતી. આ મહિલા અન્ય એક યુવતિને બોલાવી તેની પાસે દેહના સોદા કરાવતી હતી.

તાલુકા પોલીસે આ અંગે વામ્બે આવાસ યોજના ત્રણ માળીયા કવાર્ટર નં. ૧ બ્લોક નં. ૩૬માં રહેતી લીલા ઉર્ફ ઇલા શૈલેષ બગડા (ઉ.૩૭) તથા ગ્રાહક સુનિલ બચુભાઇ જારીયા (ઉ.૨૮-રહે. માયાણીનગર આવાસ કવાર્ટર નં. ૩૭ બ્લોક નં. ૨૭૭૯) સામે ધ ઇમ્મોરલ ટ્રાફિક પ્રિવેન્શન એકટ ૧૯૫૬ની કલમ ૩,૪,૫,૬ મુજબ ગુનો નોંધ્યો છે.

પીએસઆઇ એન. ડી. ડામોરે ફરિયાદમાં નોંધાવ્યું છે કે પોતે તથા એએસઆઇ હર્ષદસિંહ ચુડાસમા, કોન્સ. નગીનભાઇ ડાંગર, વિરેન્દ્રસિંહ જાડેજા, હિરેનભાઇ આહિર, ભગીરથસિંહ ઝાલા, મહિલા કોન્સ. દિપલબેન ચોૈહાણ, કોન્સ. અરજણભાઇ ઓડેદરા સહિતના પેટ્રોલીંગમાં હતાં ત્યારે બાતમી મળી હતી કે વામ્બે આવાસ ત્રણ માળીયા કવાર્ટર ૧, બ્લોક નં. ૩૬માં રહેતી લીલા ઉર્ફ ઇલા કૂટણખાનુ ચલાવતી હોવાની બાતમી મળતાં દરોડો પાડવામાં આવતાં એક મહિલા તથા એક યુવાન મળ્યા હતાં. પુછતાછમાં મહિલાએ પોતાનું નામ લીલા ઉર્ફ ઇલા કહ્યું હતું. ત્યાં બેઠેલા શખ્સે પોતે સુનિલ બચુભાઇ જારીયા (ધંધો ડ્રાઇવીંગ, રહે. વામ્બે આવાસ) જણાવ્યું હતું. તેમજ પોતે ગ્રાહક તરીકે શરીર સંબંધ બાંધવા આવ્યો હોવાનું કહ્યું હતું. બીજા રૂમમાંથી એક યુવતિ અને એક પુરૂષ કઢંગી હાલતમાં જોવા મળ્યા હતાં. પુરૂષ ડમી ગ્રાહક હતો. યુવતિને પુછતાં પોતે રાજકોટમાં જ ભાડેથી રહેતી હોવાનું અને ઇલા ઉર્ફ લીલાએ પોતાને બોલાવી વેશ્યાવૃતિ કરાવી ગ્રાહક દિઠ એક હજાર રૂપિયા મેળવી પોતાને રૂ. ૫૦૦ આપતી હોવાનું કબુલ્યું હતું.

પોલીસે દરોડાના સ્થળેથી કોન્ડોમનું પેકેટ, બે મોબાઇલ ફોન કબ્જે લીધા હતાં. પી.આઇ. વી.એસ. વણઝારાની રાહબરી હેઠળ પીએસઆઇ ડામોર સહિતની ટીમે આ કામગીરી કરી હતી.

(3:46 pm IST)