Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

પંચાયત ચોકમાં ટેન્કરે રિક્ષાને ઉલાળતાં ગાંધીગ્રામના ભાવનાબેન સેજપાલનું મોત

ધરમનગર કવાર્ટરમાં રહેતાં લોહાણા મહિલાના મોતથી બે પુત્રો મા વિહોણાઃ પરિવારમાં કલ્પાંતઃ અકસ્માત સર્જાતા રિક્ષા રેઢી મુકી ચાલક ભાગી ગયો

રાજકોટ તા. ૨૪: યુનિવર્સિટી રોડ પર પંચાયત ચોકમાં બપોરે જીવલેણ અકસ્માત સર્જાયો છે. ટેન્કરના ચાલકે રિક્ષાને ઉલાળી દેતાં રિક્ષામાં બેઠેલા ગાંધીગ્રામના લોહાણા મહિલાનું ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું છે.

જાણવા મળ્યા મુજબ ગાંધીગ્રામ સ્ટર્લિંગ હોસ્પિટલ પાછળ ધરમનગર આવાસ યોજના કવાર્ટર ૭/૨૦૮માં રહેતાં ભાવનાબેન નિલેષભાઇ સેજપાલ (લોહાણા) (ઉ.૩૫) બપોરે રિક્ષા નં. જીજે૩એએકસ-૧૯૬૬માં બેસીની પંચાયત ચોકમાંથી પસાર થઇ રહ્યા હતાં ત્યારે ટેન્કર નં. જીટીએકસ-૫૬૩૮ના ચાલકે રિક્ષાને ઉલાળતાં ભાવનાબેનને ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જો કે અહિ તેમણે દમ તોડી દીધો હતો. બીજી તરફ અકસ્માતમાં બચી ગયેલો રિક્ષાનો ચાલક રિક્ષા મુકી ભાગી ગયો હતો.

મૃત્યુ પામનાર ભાવનાબેન યુનિવર્સિટી પાસે હોસ્ટેલમાં નોકરી કરતાં હતાં. તેમના મૃત્યુથી બે પુત્રો મા વિહોણા થઇ જતાં કલ્પાંત સર્જાયો છે. યુનિવર્સિટી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(3:47 pm IST)