Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

રાજકોટમાં 4 જાન્યુઆરી ના બે શખ્સ પાસેથી મળેલો પદાર્થ એફેડ્રોન હાઇડ્રોકલોરાઇડ હોવાનું ખુલતા બી ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી

રાજકોટ: શહરેમા નાર્કોટીકસ પદાર્થની હેરાફેરી કે વેચાણ કરતા અને અસામાજીક પ્રવૃતી આચરનાર કે નાર્કોટીકસ પદાર્થનું ખરીદ વેચાણ કરતા કે સેવન કરનાર ઇસમો વિરૂધ્ધ કાર્યવાહી કરવા સુચના આપેલ જે અન્વયે ગઇ તા. ૦૪/૧/૨૦૨૧ ના રોજ અમો તથા બી. ડીવીઝન પો.સ્ટે.ના પોલીસ કર્મચારીઓ સંતકબીર મેઇન રોડ હોટલ શીવ પેલેસ- ૨ ની સામે રોડ હનુમાનજીના મંદીર પાસે હાલમા કોરોના વાયરસની મહામારી અન્વયે રાત્રી કર્ફયુ બંદોબસ્ત અન્વયે વાહનચેકીંગની કામગીરીમાં રોકાયેલ હોય તે દરમ્યાન એક એકટીવા મો.સા.માં બે ઇસમો શંકાસ્પદ હાલતમાં પસાર થતા જેને રોકી બે પંચોની હાજરીમાં તેઓની અંગજડતી તપાસ કરતા તેઓના કન્જામાંથી એક પ્લાસ્ટીકની ઝીપ વાળી પારદર્શક કોથળીમા શંકાસ્પદ સફેદ દાણાદાર માદક પદાર્થ મળી આવેલ હોય જે બાબતે તેઓ સંતોષ કારક જવાબ આપતા ન હોય જેથી તે બાબતે બી ડીવીજન પો.સ્ટે. જાણવા જોગ રજી.નંબર ૦૩/૨૦૨૧ તા. ૦૫/૦૧/૨૧ મુજબ કાર્યવાહી કરી સદરહુ મળી આવેલ માદક પદાર્થ એફ.એસ.એલ, કચેરી ગાંધીનગર ખાતે પરીક્ષણ કરાવવા માટે મોકલી આપતા આજરોજ એફ.એસ.એલ. કચેરી ગાંધીનગર ખાતેથી સદરહુ માદક પદાર્થ એફેડ્રોન હાઇડ્રોકલોરાઇડ હોવાનો રીપોર્ટ બંને ઇસમો વીરૂધ્ધ એન.ડી.પી.એસ. એકટ મુજબ ગુન્હો દાખલ કરી આગળની તપાસ કુવાડવા રોડ પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી ને સોપવામાં આવેલ છે.

મળી આવેલ મુદામાલ માદક પદાર્થ મેફેડ્રોન હાઇડ્રોકલોરાઇડ ૨.૧૩૦ ગ્રામ કિ.રૂ. ૨૧૩૦૦નો થાય છે.

બે આરોપી (૧) દીક્ષીત મુકેશભાઇ વ્યાસ ઉવ. ૨૧ રહે. ગુજરાત હાઉસીંગ બોર્ડ કવાટર ભગતસીંહ ગાર્ડનની બાજુમા યુની. રોડ રાજકોટ (૨) આલસુર ભરતભાઇ ઘેડીયા ઉવ. ૨૪ રહે. શ્યામ પાર્ક વીનાયક કોમ્પલેક્ષ પુષ્કરધામ ચોક યુની. રોડ રાજકોટની ધરપકડ કરી છે.

શહેર પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ તથા સયુકત પોલીસ કમિશ્નર  ખુરશીદ એહમદ સુચનાથી તથા નાયબ પોલીસ કમિશ્નર પ્રવિણકુમાર તથા મદદનીશ પોલીસ કમિશ્નર એસ.આર.ટંડેલના માર્ગદર્શન હેઠળ આ કામગીરી પોલીસ ઇન્સ્પેકટર  એમ.બી.ઔસુરા, પો.સ.ઇ.  બી.બી.કોડીયાતર, એ.એસ.આઇ., વીરમભાઇ ધગલ, સલીમભાઇ માડમ, પો.હેડ.કોન્સ. રશ્મિનભાઇ પટેલ, મહેશભાઇ રૂદાતલા, અજયભાઇ બસીયા, મનોજભાઇ મકવાણા, પો.કોન્સ. જયદીપસિંહ બોરાણા, મીતેષભાઇ આડેસરા, પરેશભાઇ સોઢીયા, સંજયભાઇ મીયાત્રા, નીરવભાઇ પટેલ, વિધ્વજીતસિંહ ઝાલા, ભાવેશભાઇ,

 

(10:34 pm IST)