Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

મામલતદારોએ રીજેકટ કરેલ NFSAની ૬૫ અરજી મંજુર કરતા DSO: હવે વિચરતી-વિમુકત જાતિ માટે પ્રયાસો

આવા ૨૫૦થી ૩૦૦ પરીવારોને પૂરવઠા તંત્ર સામેથી ગોતી એનએફસી યોજનાનો લાભ આપશે

રાજકોટ, તા. ૨૪ :. રાજકોટ જીલ્લા પૂરવઠા અધિકારી શ્રી પૂજા બાવડાએ 'અકિલા' સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યુ હતુ કે તાજેતરમાં મામલતદારોએ કોઈને કોઈ કારણોસર એનએફએસએ માટે આવેલ અરજદારોની અરજી રીજેકટ કરી હોય તેના ગઈકાલ અને આજ સતત બે દિવસ કેસ ચલાવી ૬૫ કેસોનો નિકાલ કરાયો છે.

તેમણે જણાવેલ કે મામલતદારો દ્વારા કુલ ૬૫ અરજદારોની અરજી ફગાવી દેવાયેલ. આ તમામ અરજદારોએ જીલ્લા પુરવઠા તંત્ર સમક્ષ અપીલો કરી હતી, જે અંગે સુનાવણી હાથ ધરાયેલ અને તમામ ૬૫ અરજદારોની વ્યથા સાંભળી-ખાત્રી કર્યા બાદ આ તમામ ૬૫ અરજી મંજુર કરી દેવાય છે. આ અરજદારોએ બીપીએલ કે એપીએલ કાર્ડને એનએફએસએમાં ફેરવવા અરજીઓ કરી હતી જે તમામ મંજુર કરી દેવાઈ છે.

ડીએસઓ શ્રી પૂજા બાવડાએ 'અકિલા'ને જણાવ્યુ હતુ કે, હવે ખરેખર જેમને જરૂરીયાત છે તેવા લોકોને અનાજ પુરૂ પાડવા અને એનએફએસએ યોજનામાં આવરી લેવા દરેક મામલતદારો મારફત આવી કાર્યવાહી આજથી શરૂ કરાવી છે. આમા તાજેતરમાં વિચરતી-વિમુકત જાતિના લોકો-પરિવારો કે જે ૨૫૦થી ૩૦૦ પરિવારોને પ્લોટ ફાળવાયેલ તે લોકો પણ આવરી લેવાશે, તેમજ અન્ય એવા લોકોને પણ શોધી એનએફએસએ કાર્ડ આપી તેમને અનાજ મળતુ થાય તે પ્રકારે પ્રયાસો થઈ રહ્યા છે.

(4:12 pm IST)