Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

રવિવાર સુધી હવામાન સુકુ, ગરમ અને ચોખ્ખુ રહેશે

રાજકોટ જીલ્લામાં તાપમાન ૩૯થી ૪૧ ડીગ્રી અને રાત્રીનું તાપમાન ૨૩-૨૪ ડીગ્રી રહેશે

રાજકોટ તા. ૨૩ માર્ચ - ભારત સરકારના ગ્રામીણ કૃષિ હવામાન સેવા વિભાગ, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી, તરઘડીયા હવામાન ખાતા તરફથી મળેલ માહિતી અનુસાર રાજકોટ જીલ્લામાં આગામી તા.૨૪ થી તા.૨૮ માર્ચ દરમ્યાન હવામાન સુકું, ગરમ  અને ચોખ્ખું  રહેશે. આ સમય ગાળામાં મહતમ તાપમાન દિવસ દરમ્યાન ૩૯-૪૧ ડીગ્રી સેલ્શીયસ જેટલું તેમજ લઘુતમ તાપમાન રાત્રી દરમ્યાન ૨૩-૨૪  ડીગ્રી સેલ્શીયસ જેટલું રહેવાની સંભાવના છે. આ સમયગાળા દરમ્યાન મહત્તમ અને લઘુત્તમ ભેજનું પ્રમાણ અનુક્રમે ૧૫-૩૮ અને ૫-૧૪ રહેશે. પવનની દિશા વાયવ્ય, ઉતર, ઈશાન અને પશ્ચિમની રહેવાની અને પવનની ઝડપ ૧૩ થી ૧૯ કીમી/કલાક રહેવાની શક્યતા છે.

(3:16 pm IST)