Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

ત્રંબા નજીક ટેન્કરે-બાઇકને ઉલાળતા મહિકાના વિક્રમભાઇ નાયકનું મોત

ત્રંબાથી બાઇક લઇને મહિકા જતી વખતે બનાવઃ પરિવારમાં આક્રંદ

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા. ૨૪ : રાજકોટ - ભાવનગર હાઇવે ઉપરના કસ્તુરબાધામ ત્રંબા પાસે ટેન્કર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવકના મોતથી અરેરાટી વ્યાપી ગઇ છે.

છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ખોસ ગામનો વિક્રમ શંકરભાઇ નાયક નામનો યુવક બાઇક લઇને જઇ રહ્યો હતો ત્યારે ત્રંબા પાસે 'જય સોમનાથ' લખેલા ટેન્કર (નં. જીજે૦૩એઝેડ-૫૭૩૧)ના ચાલકે તેને હડફેટે લેતા કમકમાટીભર્યું મોત થયું હતું.

આ અકસ્માત બાદ ટેન્કર ચાલક ટેન્કર મુકીને નાશી છૂટયો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(3:28 pm IST)