Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

હેર ડ્રેસર કેતન ગોહેલ દારૂ પી 'પ્રેસ' લખેલી સ્કોર્પિયો હંકારી નીકળતાં પોલીસે દબોચ્યો

પડધરીનો મજીદ નશો કરી બાઇક હંકારતા અને નાનામવા રોડનો હિતેન દારૂ પી રિક્ષા હંકારતા પકડાયોઃ ભકિતનગર, થોરાળા અને યુનિવર્સિટી પોલીસની કાર્યવાહી

રાજકોટ તા. ૨૪:  દારૂ પી વાહનો હંકારીને નીકળતાં ત્રણ શખ્સોને પોલીસે અલગ-અલગ વિસ્તારમાંથી પકડ્યા છે. જેમાં એક તો 'પ્રેસ' લખેલી સ્કોર્પિયોમાં નીકળ્યો હતો.

ભકિતનગર પોલીસે દેવપરા ચોકમાંથી આવી રહેલી સ્કોર્પિયો જીજે૨૭ડીબી-૧૧૧ અટકાવી તલાસી લેતાં ચાલક કેતન બાબુભાઇ ગોહેલ (રહે. કોઠારીયા રોડ હુડકો, સી-૨૩૨) નશો કરેલો હોઇ તેની ધરપકડ કરી હતી. ગાડીમાં પ્રેસ લખેલુ હતું. તેણે પોતે હરિ ધવા રોડ પર હેર ડ્રેસર તરીકે દૂકાન ચલાવતો હોવાનું અને ગાડી મિત્રની હોવાનું કહ્યું હતું. પીઆઇ જે. ડી. ઝાલા, પીએસઆઇ આર. જે. કામળીયા અને ટીમે આ કાર્યવાહી કરી હતી.

જ્યારે પડધરી ગીતાનગર-૩ બ્લોક નં. ૩માં રહેતો મજીદ સતારભાઇ ઘડીયાલી  રાજકોટમાં ખોડિયારપરા હાઉસીંગ કવાર્ટર પાસે નંબર વગરનું ટુવ્હીલર દારૂ પીધેલી હાલતમાં હંકારીને નીકળતાં થોરાળા પીઆઇ જી. એમ. હડીયા, પીએસઆઇ જી. એસ. ગઢવી, રાજદિપસિંહ અને ટીમે પકડી લીધો હતો.

ઉપરાંત નાના મવા રોડ અલયપાર્ક પાછળ કલ્પવૃક્ષ એપાર્ટમેન્ટ ફલેટ નં. બી-૧૦૦માં રહેતો હિતેશ ઉર્ફ હિતેન પ્રફુલભાઇ મકવાણા દારૂ પી રિક્ષા નં. જીજે૦૩બીયુ-૮૧૦૫ હંકારી આકાશવાણી ચોકમાંથી નીકળતાં પીઆઇ એ. એસ. ચાવડા, પીએસઆઇ એ. બી. જાડેજા અને ટીમે પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(12:53 pm IST)