Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

૩૧મીએ બજેટ કારોબારીમાં: રેકોર્ડ ડીજીટલાઇઝેશન કરાશે

ગામડાઓમાં ઘન કચરાના નિકાલ માટે મોટી યોજના આવી રહી છેઃ બજેટનું કુલ કદ ૧પ થી ર૦ કરોડ

રાજકોટ તા. ર૪ :.. જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠક તા. ૩૧ મીએ મળનાર છે. જેમાં ચાલુ નાણાકીય વર્ષનું રીવાઇઝડ બજેટ તથા  આવનારા નવા નાણાકીય વર્ષનું સામાન્ય બજેટ રજૂ થશે.

બજેટ માટે જિલ્લા પંચાયતમાં વહીવટી તંત્રની બેઠકોનો દોર ચાલી રહ્યો છે. નવા વર્ષના બજેટનું કદ ૧પ થી ર૦ કરોડ રહેવાનો અંદાજ છે. પંચાયતના જુના રેકોર્ડનું  સ્કેનીંગ કરી ડીજીટલાઇઝેશન કરવા માટે તેમજ ગ્રામ્ય કક્ષાએ ઘન કચરાના નિકાલ માટે મહત્વની જોગવાઇ કરવામાં  આવી રહ્યાનું જાણવા મળે છે.  ર૦૦૯ પહેલાનું તમામ રેકોર્ડ જે હાલ સામાન્ય પધ્ધતીએ સચવાયેલુ છે. તે તમામ આધુનિક પધ્ધતિ મુજબ કોમ્પ્યુટરમાં કેદ થઇ જશે. શ્રેષ્ઠ ગ્રામ પંચાયતોને પ્રોત્સાહન આપવા માટે વિચારણા થઇ રહી છે. ઉપરાંત શિક્ષણ, આરોગ્ય, સિંચાઇ, પશુપાલન વગેરે ક્ષેત્રે મહત્વની જોગવાઇ થાય તેવી શકયતા છે. બજેટ કારોબારીમાં મંજૂર થાય પછી ફેબ્રુઆરીના બીજા અઠવાડીયામાં સામાન્ય સભામાં રજુ થશે.

(4:18 pm IST)