Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

પ્રજાસતાક દિનની પૂર્વ સંધ્યાએ કાલે ''ભારતીય બંધારણ અને કાયદાઓ'' વિષે સેમીનાર

વાલજીભાઈ પટેલ- લેખક ચંદુ મહેરીયા- એડવોકેટ દિગંત જોશીના વકતવ્ય

રાજકોટ,તા.૨૪: ભારતીય પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે પૂર્વસંધ્યાએ સાંજના ૫ થી ૭ વચ્ચે હેમુ ગઢવી હોલ ખાતે સરક્ષા સેતુ સોસાયટી અને શાંતામૃત ફાઉન્ડેશનના સંયુકત ઉપક્રમેે અને દલિત સેવા સંઘ તથા તથાગત ફાઉન્ડેશનના યજમાનપદે ભારતીય બંધારણનું ઘડતર, તેની અમલવારી, બંધારણીની વિવિધ કલમો, વિવિધ વર્ગોની જોગવાઈઓ, બંધારણની વિશેષતાઓ અને બંધારણ ઉપરના કાયદાઓ સંદર્ભના વિવિધ વિષયોની છણાવટ કરતા 'ભારતીય બંધારણ અને કાયદાઓ'નામ એક યોજવામાં આવ્યો છે.

આ સેમિનારના અધ્યક્ષ તરીકે રાજકોટના પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌત (આઈપીએસ), ઉદ્ઘાટક તરીકે બંછાનિધિ પાની (આઈએએસ) (મ્યુનિસિપાલ કમિશ્નર, રાજકોટ), મુખ્ય મહેમાન તરીકે કુનાલ સ્ટ્રકચર ઈન્ડિયા પ્રા.લી.ના ઉદ્યોગપતિ અરવિંદભાઈ દોમડિયા, મુખ્ય વકતા તરીકે સોશ્યલ જસ્ટીસ વાલજીભાઈ પટેલ, જાણીતા કટાર લેખક ચંદુ મહેરિયા, હાઈકોર્ટના સિનિયર એડવોકેટ દિગંત જોશી ઉપસ્થિત રહેશે. સ્વાગત બાબુભાઈ ડાભી (સામાજિક આગેવાન) કરશે અને ભૂમિકા ડો.સુનીલ જાદવ (લેખક- પત્રકાર) આપશે. સંચાલન લીમડી કોલેજના પ્રોફેસર ડો.દલપત ચાવડા કરશે.

આ સેમિનારને સફળ બનાવવા માટે કે.જી.કનર, દિલિપભાઈ સીંગ રખીયા,પી.યુ.મકવાણા, શ્રી માવદિયા, વજુભાઈ સીંગરખીયા, ચંદુભાઈ પરમાર, એમ.સી.સોચા, મોહનભાઈ પરમાર, અશોક દામોદરા, વિસ્મય વાળા, હમીરભાઈ પરમાર, એલ.બી.ભાસા સહિતના જહેમત ઉઠાવી રહયા છે.

(4:04 pm IST)