Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

મોરબી રોડ પર ટ્રેન હેઠળ અજાણ્યા પ્રોૈઢના ધડ-માથુ નોખાઃ વાલીવારસની શોધ

રાજકોટ તા. ૨૪: મોરબી રોડ પર આજી નદીના રેલ્વે પુલ પર સાંજે અજાણ્યા આશરે ૫૦ વર્ષના પ્રોૈઢ ટ્રેન હેઠળ આવી જતાં ધડ-માથુ નોખા થઇ જતાં કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતાં રેલ્વે પોલીસ મથકના હેડકોન્સ. ધનજીભાઇ અને પ્રવિણભાઇ જતાપરાએ પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો.

મૃતકે ક્રીમ રંગનું ટ્રેક પેન્ટ અને બ્લુ ચોકડીવાળુ આખી બાંહનું શર્ટ પહેર્યુ છે. શરીરનો બાંધો મધ્યમ છે અને વાન ઘંંઉવર્ણો છે. તસ્વીરમાં દેખાતાં મૃતક કોઇને જોવા મળે તો રેલ્વે પોલીસનો ફોન ૦૨૮૧ ૨૪૪૩૩૫૮ અથવા હેડકોન્સ. ધનજીભાઇને મો. ૯૯૨૫૪ ૪૧૭૭૩ ઉપર જાણ કરવા જણાવાયું છે.

(11:26 am IST)