Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

રાજકોટ મનપાના ડેપ્યુટી કમિશ્નર કોરોના સંક્રમિત

રાજકોટ : કોરોનાની બીજી લહેર શરૂ થઈ છે ત્યારે હવે મનપાના અધિકારીઓ પણ સંક્રમિત થવા લાગ્યા છે : અતિ મહત્વની જવાબદારી સંભાળતા ડેપ્યુટી કમિશ્નર ચેતન નંદાણીનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેઓ આઈસોલેટેડ થયા છે.

(11:30 am IST)
  • મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં જામતી ઠંડીઃ કાલથી ચેન્નાઈમાં ધમધોકાર વરસાદ : મહારાષ્ટ્રમાં મુંબઈ, પુણે, નાસિક, મહાબલેશ્વર સહિતના સ્થળોએ રાત્રીના અને વ્હેલી સવારે હવે ઠંડી જામતી જશે : વિશ્વ પ્રસિદ્ધ મહાબળેશ્વરમાં તો ૧૧-૧૨ ડિગ્રી જેવું ઠંડુ ઉ.માન થઈ જશે : ચેન્નાઈમાં આવતીકાલથી ૨૪-૨૫ બે દિવસ ધમધોકાર વરસાદ પડશે : ૨૫મીએ ૪ ઈંચથી પણ વધુ ભારે વરસાદ ખાબકવાની આગાહી થઈ છે : કાલે અને પરમદિવસે, મંગળ-બુધવારે જોરદાર પવન ફૂંકાશે : દિલ્હીનું હવામાન સવારનું ૧૧ ડિગ્રી અને દિવસનું ૨૪ ડિગ્રી આસપાસ રહેશે access_time 11:31 am IST

  • અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશનના હેરિટેજ પ્રોજેક્‍ટના ડેપ્‍યુટી જનરલ મેનેજર કે.વી.નાયરનું કોરોના ઇન્‍ફેક્‍શનને લીધે મૃત્‍યુ થયું access_time 5:12 pm IST

  • દિલ્હીની બે બજારો બંધ કરી દેવાઈ : પશ્ચિમ દિલ્હીના બે બજારો જનતા માર્કેટ અને પંજાબી બસ્તી બાઝારને ૩૦મી સુધી બંધ કરી દીધા છે : અહિં નિયમોનું ઉલ્લંઘન અને ભારે ભીડ સર્જાતી હતી : કોરોનાએ અહિં રાડ બોલાવી દીધી છે access_time 11:32 am IST