Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

દિવાળીની રોનક દેખાણી : વસ્ત્રો અને સુશોભનની વસ્તુઓની બજારથી ધર્મન્દ્ર રોડ ધમધમ્યો

રાજકોટ : દિવાળી નજીક આવતા જ ધીરે ધીરે બજારોમાં ચામ આવવા લાગ્યો છે. ખાસ કરીને બુટ ચંપલ, કપડા તેમજ સુશોભનની વસ્તુઓના વેંચાણ માટે જાણીતો બની ગયેલ ધર્મન્દ્ર રોડ ધમધમી ઉઠયો છે.  ખરીદી કેટલી થાય છે એ વાતમાં ન પડી તોય લોકોના પગરવથી માર્ગો ઉપર ભારે ભીડ જામી રહી છે. જો કે વેપારીઓ પણ ઉત્સાહમાં છે માર્ગો ઉપર ગોઠવવામાં આવેલ રોશની તહેવારના ઉમંગમાં ઓર વધારો કરી રહી છે. તસ્વીરમાં આવી જ કઇક ચહલ પહલ અને રોનક જોઇ શકાય છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:51 pm IST)