Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

વીવીપી કોલેજમાં સ્કોલરશીપ વિતરણ

  વી.વી.પી. ઇજનેરી કોલેજ વિદ્યાર્થી સન્માન અને સ્કોલરશીપમાં પણ સમગ્ર ભારતમાં સદા અગ્રેસર છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા લેવાયેલ સેમેસ્ટર પરીક્ષાઓમાં દરેક વિદ્યાશાખામાં એસ.પી.આઇ. મુજબ કલાસમાં પ્રથમ ક્રમાંક લાવનાર પ્રત્યેક વિદ્યાર્થીને રૂા ૨૫૦૦૦/- ની સ્કોલરશીપ આપવામાં આવી. કુલ ૩૫ વિદ્યાર્થીઓને રૂા ૮,૭૫,૦૦૦/- ની માતબર રકમની સ્કોલરશીપ આપવામાં આવી. સાથોસાથ જનરલ ટેસ્ટ અને લાઇબ્રેરીનો શ્રેષ્ઠ ઉપયોગ કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.આ સ્કોલરશીપ વિતરણ અને વિદ્યાર્થી સન્માન કાર્યક્રમમાં ભૂષણ સ્કુલના ટ્રસ્ટી અને આચાર્ય પરીમલભાઇ પરડવા, પાઠક સ્કુલના ટ્રસ્ટી દિલીપભાઇ રાઠોડ, મારૂતિ સાયન્સ એકેડેમી, મેટોડાના જયંતીભાઇ, શુભમ  સ્કુલના ડાયરેકટર-એસ.એસ.આઇ. ઇન્સ્ટીટયુટના ચેરમેન સેલ્ફ ફાઇનાન્સ સ્કુલ મેનેજમેન્ટ એસો. રાજકોટ જીલ્લાના વેલલા ત્રણ વર્ષથી ચીફ સેક્રેટરી અવધેશભાઇ કાંગડા, વીેવી.ેપી. ના પ્રિન્સિપાલશ્રી ડો. જયેશભાઇ દેશકર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની સફળતા બદલ  સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી લલિતભાઇ મહેતા, ટ્રસ્ટીઓ કોૈશિકભાઇ શુકલ, ડો. સંજીવભાઇ ઓઝા, હર્ષલભાઇ મણીઆરે, અભિનંદન પાઠવ્યા હતા.

(3:30 pm IST)