Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

વોર્ડ નં.૭ના આંગણવાડીના બાળકોએ ફટાકડા ફોડયાઃ ભેટ અપાઈ

રાજકોટઃ શહેરના વોર્ડ નં.૭ના કોર્પોરેટર કશ્યપ શુકલ (મો.૯૮૨૪૩ ૦૦૯૯૯) તથા પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજની ઉપસ્થિતમાં વોર્ડનં.૭ ભાજપ ટીમ દ્વારા દિવાળી તહેવાર નિમિતે વોર્ડ નં.૭ની ૧૯ આંગણવાડીના ૬૦૦થી વધુ બાળકો સાથે અવનવી રંગબેરંગી આતશબાજીનો રંગારંગ કાર્યક્રમ રાખેલ. જેને બાળકોએ હર્ષની ચિચિયારીઓ સાથે વધાવી લીધેલ સાથે દરેક બાળકોને આઈસ્ક્રીમ તથા ફટાકડા કીટ આપવામાં આવેલ તથા ૧૯ આંગણવાડીના હેલ્પર તથા વર્કર બહેનોને દિવાળી નિમિતે કુકરની ભેટ આપવામાં આવેલ. કાર્યક્રમને સફળ બનાવવા માટે ભાજપ વોર્ડનં.૭ના કોર્પોરેટર હિરલબેન મહેતા, વોર્ડ પ્રમુખ જીતુભાઈ સેલારા, ભરતભાઈ ગમારા, નિરવ મહેતા, પુર્વ કોર્પોરેટર અનિલભાઈ લીંબડ, રસિકભાઈ મોરધરા, જીજ્ઞેશ ધ્રુવ, અલુભાઈ ઓડ, પ્રવીણ ચાવડા, દિલજીત ચૌહાણ, નીતિન જરીયા, જગુભાઈ છાપીયા, નારણભાઈ રાઠોડ, ભરતભાઈ તન્ના, જગદીશભાઈ જાદવ, રાજુભાઈ મહેતા, બિપિન લાઠીગ્રા, આરીફબાપુ, સલીમભાઈ, સિકંદરભાઈ, મોહસીનભાઈ, બગાભાઈ ચૌહાણ, રાજુભાઈ માસ્તર, જીતુભાઈ વાગડીયા, વિજય વાગડીયા, વિનુભાઈ જીવરાજાની, છાત્રાલય કુલપતિ મોહનભાઈ ભીમાણી, હીરાભાઈ ધાવરી, શ્રવણ ચૌહાણ, ગૌતમ ચૌહાણ, કિશન પરમાર જોડાયા હતા.

(3:22 pm IST)