Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

રાજકોટમાં ૩૧મીએ રન ફોર યુનિટીઃ ૧૦ હજારથી વધુ લોકો જોડાશેઃરાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થશે

બહુમાળી ખાતેથી રનફોર યુનિટીઃ કેવડિયા કોલોની ખાતે રાજકોટથી ૪રપ લોકો જશે... : કલેકટરના અધ્યક્ષસ્થાને મીટીંગ મળીઃ મેયર સહિતનાની ઉપસ્થિતિ...

રાજકોટ તા. ર૩: રાજય સરકાર દ્વારા સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ તિથિ ૩૧ ઓકટોબરને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવનાર છે. જે અનુસંધાને રાજકોટના જિલ્લા વહિવટી તંત્ર દ્વારા પણ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી નિમિતે ૩૧-૧૦-૧૯ના સાંજે પ વાગ્યે જિલ્લા સેવા સદન-ર પરના ગેઇટ ખાતેથી રન ફોર યુનિટીનું આયોજન થયું છે. જેના સુચારૃં આયોજન માટે જિલ્લા કલેકટરશ્રી રેમ્યા મોહનના અધ્યક્ષસ્થાને એક બેઠકનું આયોજન થયું હતું.

આ બેઠકમાં મેયર શ્રીમતી બીનાબેન આચાર્ય, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનિલ રાણાવસીયા, એસ.પી. શ્રી બલરામ મીના, ડી.સી.પી. શ્રી મનોહરસિંહ જાડેજા વિશેષ ઉપસ્થિત રહી માર્ગદર્શન પુરૃં પાડયું હતું.

આ બેઠકમાં ઉપસ્થિત સ્વૈચ્છીક સંસ્થાઓ, કલબો, સરકારના વિવિધ વિભાગોના અધિકારીઓને મોટી સંખ્યામાં લોકો સરકારના વિવિધ વિભાગના અધિકારી-કર્મચારીઓ ઉપરાંત તેમના પરિવારજનો પણ રાષ્ટ્રીય એકતા દિવસનાં કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લેવા કલેકટરશ્રી જણાવ્યું હતું.

આ દિવસની ઉજવણીમાં ભાગ લે તે માટેનો અનુરોધ કલેકટરશ્રી રેમ્યા મોહને કર્યો હતો. આ બેઠકનું સંચાલન અધિકારી નિવાસી અધિક કલેકટરશ્રી પરિમલ પંડયાએ કર્યું હતું.

આ બેઠકમાં તા. ૩૧ના કેવડિયા કોલોની ખાતે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાના સ્થળે યોજાનાર રાજયકક્ષાના રાષ્ટ્રીય એકતા દિનના કાર્યક્રમમાં ૪રપ લોકો રાજકોટ જિલ્લામાંથી જનાર હોઇ આ અંગે બસ સહિતની વ્યવસ્થાઓની પણ ચર્ચાઇ કરાઇ હતી.

(3:20 pm IST)