Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

હરિદર્શન વિસ્તાર પેવિંગ બ્લોકથી મઢાશેઃ કામનો પ્રારંભ

રાજકોટ શહેરમાં વોર્ડ નં. ૦૪ માં આવેલ હરિદર્શન સોસાયટી વોર્ડના જાગૃત કોર્પોરેટરશ્રી રેખાબેન ઠાકરશીભાઇ ગજેરાની ગ્રાન્ટમાંથી રૂ. ર.૭૧ લાખના ખર્ચ પેવર બ્લોકનું કામનો પ્રારંભ રાજકોટ શહેર પ્રમુખ અશોકભાઇ ડાંગર અને વિરોધપક્ષ નેતા વશરામભાઇ સાગઠીયા અને ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખશ્રી ગાયત્રીબા વાઘેલાના હસ્તે કરેલ હતું આ પ્રસંગે રાજકોટ શહેર મહિલા પ્રમુખ મનીષાબા વાળા અને વોર્ડ જાગૃત કોર્પોરેટર રેખાબેન ઠાકરશીભાઇ ગજેરા, સીમ્મીબેન અનિલભાઇ જાદવ તથા વોર્ડ પ્રમુખ કલ્પેશભાઇ પીપળીયા તથા આગેવાનશ્રી અશોકસિંહ વાઘેલા, ઠાકરશીભાઇ ગજેરા, અનિલભાઇ જાદવ, રામભાઇ આહીર, નરેન્દ્રભાઇ રાઠોડ, હરેશભાઇ પરમાર, ભીખુભાઇ પરમાર, નારણભાઇ સવસેટા, પરસોતમભાઇ લીંબાસીયા, જીતભાઇ વાઘેલા, સંદીપભાઇ મહેતા, પરાગભાઇ અજાણી, અરવિંદભાઇ બોરીચા, કાન્તીભાઇ અજાણી, ગોપાલભાઇ કાકરીયા, ભાવેશભાઇ અકબરી, રસિકભાઇ લુણાગરિયા, ભરતભાઇ લીંબાસીયા, ધવલભાઇ રામાણી, દિલીપભાઇ રંગાણી તથા વિસ્તારવાસી હાજર રહેલ હતા.

(3:15 pm IST)