Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

જોર કા ઝટકા ધીરે સે લગે આ છે લોકલાગણીનો અવાજ ?

આગ હે લગી હૂઇ હર તરફ યહા-વહા, જલ રહી હે યે જમી જલ રહા હે આસમાનઃ વ્હાલી 'તેજી' શ્રીજીચરણ પામી છે બજેટના અભાવે અંતિમવિધી મુલત્વી...!

રાજકોટ તા. ર૩ :.. દેશ અને રાજયમાં ભયંકર મંદી છે. તમામ ધંધાર્થીઓ, લોકો, ઉદ્યોગપતિઓ બધા જ હેરાન છે તેવી વાતો વચ્ચે કોઇ કહે છે કે જોરદાર મંદી છે તો કોઇ બચાવ કરે છે મંદીની આભા ઉભી કરાઇ છે. પરંતુ આ બધા વચ્ચે એક સોશ્યલ મેસેજ ભારે વાયરલ થઇ રહ્યા છે. આ મેસેજમાં તેજીનું મરણ થયાનું જણાવીને બજેટના અભાવે અંતિમવિધી નહી રાખ્યાનો અદ્ભુત વ્યંગ કરાયો છે. અને લોકો, વેપારીઓ, ઉદ્યોગપતિનો અવાજ રજૂ કરાયો છે. આ મેસેજે ભારે ચર્ચા જગાવી છે.

તેજીની સ્થિતીનું મરણ થયુ છે અને તેને શ્રધ્ધાંજલી પાઠવતા આ મેસેજમાં માત્ર બે પાંચ શબ્દો સાંપ્રત પરિસ્થિતીનો નગ્ન ચિતાર આપી જાય છે.

રાજય અને દેશમાં બિલ્ડર્સ, હીરાવાળા, ઓટોમોબાઇલવાળા, હોલસેલર્સ, રીટેલર્સ, વેપારીઓ, નોકરીયાતો, દુકાનોવાળા સહિતના સૌ કોઇ દિવાળીના આ સપરમાં તહેવારો દરમ્યાન કેટલી હદે મંદિ ભોગવી રહ્યા છે. જે તેને ગજબનાક રીતે આ વોટસએપ મેસેજમાં આલેખવામાં આવ્યું  છ.ે

તેજીને ફુલહાર પહેરાવીને આ વોટસએપ મેસેજમાં શ્રદ્ધાંજલી પાઠવીને એવી ભાંવાજલી અર્પવામાં આવેલ છે કે ''અત્યંત દિલગીરી સાથે જણાવવાનું કે અમારી વ્હાલી તેજી છેલ્લા કેટલાક સમયથી શ્રીજીચરણ પામેલી છે. બજેટના અભાવે તેની અંતિમવિધી રાખેલ નથી ઇશ્વર વ્હાલી તેજીની દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના હાલમાં રાજય અને દેશમાં સૌ કોઇ પરેશાન છે પેલુ ગીત છે. ને કે ''તુજસે નારાજ નહી જીંદગી હેરાન હે મે તે ઓ પરેશાન હું મે''

તેજીને શ્રદ્ધાંજલી અને મંદીની સ્થિતીમાં નાનામોટા સૌ કોઇ પરેશાન છે. ત્યારે હાલ તો એમ કહી શકાય કે આગ હે લગી હુઇ હર તરફ મહા વહા, જલ, રહી હે યે જમી જલ રહા હે આસમાન તેજીને શ્રીજીચરણ પમાડી લોકોની પરિસ્થિતિને વાચા આપનારને સૌ અભિનંદન પાઠવી રહયા છે ટુંકમાં મેસેજને લાઇક કરી રહ્યા છે.

(11:32 am IST)