Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

રાજકોટ આઈ.ટી.આઈ ખાતે એન.સી.વી.ટી. કોર્ષમાં પ્રવેશ મેળવવાની છેલ્લી તારીખ ૩૦ સપ્ટેમ્બર

રાજકોટ :રાજકોટ આઈ.ટી.આઈ. ખાતે એન.સી.વી.ટી. ના રોજગારલક્ષી કોર્ષમાં પાંચમાં રાઉન્ડ અંતર્ગત સ્પોટ એડમિશનની પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. આ વ્યવસાયલક્ષી કોર્ષમાં પ્રવેશ મેળવવા ઈચ્છુક ઉમેદવારે તા. ૩૦ સપ્ટેમ્બર સુધીમાં જરૂરી ડોકયુમેન્ટ સાથે આઇ.ટી.આઈ રાજકોટની રૂબરૂ મુલાકાત લઈ એડમિશન મેળવવાનું રહેશે. ઔદ્યોગિક તાલીમ સંસ્થાનો સંપર્ક કરવાનો સમય સવારે ૧૦ થી સાંજે ૫ વાગ્યા સુધીનો રહેશે. તેમ આઇ.ટી.આઈના આચાર્ય નિપુણ રાવલની યાદીમાં જણાવાયું છે.

(1:03 am IST)