Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

કાલથી કાઠીયાવાડી અશ્વો - ઐતિહાસિક પાત્રોના ચિત્રોના સર્જક પ્રભાતસિંહ બારહાટના ચિત્રોનુ પ્રદર્શન

રાજકોટ તા. ૨૩: રાજકોટના રેસકોર્ષમાં શ્રી શ્યામપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી ખાતે કાલે તા. ૨૪ને શનિવારથી તા. ૨૬ને સોમવાર  સુધી સવારના  ૧૦ થી ૧ અને સાંજે ૪ થી ૮ સુધી ચિત્રકાર પ્રભાતસિંહ બારહટના ચિત્રોનુ ભવ્ય પ્રદર્શન યોજાશે.  કાઠીયાવાડી અશ્વો અને ઐતિહાસિક પાત્રોના  ચિત્રોના સર્જક અને પોતાની આજીવન કલા  સાધનાથી અમરત્વ પામનાર સૌરાષ્ટ્રના   ધીંગી ધરાના ચિત્રકાર પ્રભાતસિંહ  બારહટે પોતાના જીવનકાળ દરમ્યાન સર્જન કરેલા ચિત્રોનુ વિરાટ ચિત્ર પ્રદર્શન  ''પ્રભાતે સુસર્જનમ'' યોજાશે.

શ્રી અરવિંદભાઇ મણીયાર ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ફોર્મેશન  ટેકનોલોજી બેન્ક રાજકોટ તથા ભારતીય ઈતિહાસ સંકલન સમિતીના  સહકારથી ચિત્ર પ્રદર્શન ઉદઘાટન પ્રસંગે  મુખ્ય મહેમાન પદે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રીય કામધેનુ આયોગના અધ્યક્ષ ડો. વલ્લભભાઇ કથીરીયા અને હર્ષલ મણીયાર ઉપસ્થિત રહેશે.

આ ઉપરાંત અતિથી વિશેષ તરીકે વરિષ્ઠ ચિત્રકાર ભૂપતભાઇ લાડવા, યથાતનામ ચિત્રકાર પ્રવિણસિંહ ઝાલા, ભારતીય ઈતિહાસ સંકલન સમીતીના અંબાદાન ચેહડીયા , નિવૃત આસી. સેલ્સટકસ કમિશનર રામભાઇ ઝામંગ, ફુલછાબ દૈનિકના જનરલ મેનેજર નરેન્દ્રભચાઇ ઝાલા, એલ.આઇ.સી ના પ્રવિણદાન રોહડીયા, અમરેલી પોલીસ પોથીના તંત્રી માધવીબેન યાજ્ઞિક ઉપસ્થિત રહેશે.

આ તકે પ્રભાતસિંહ બારહટે વિસ્તુત પરિચય ભુપતભાઇ લાડવા આપશે. કાર્યક્રમનુ સંચાલન નરેન્દ્રભાઇ ઝીબા, ભગીરથભાઇ બારહટ કરશે.

કલા રસિકોને પ્રદર્શનનો લાભ  લેવા લીલીબા પ્રભાતસિંહ બારોટ, ભગીરથસિંહ એમ. બારોટ, ઈશ્વરદાન એમ. બારોટ, છત્રસા એમ. બારોટ , રઘુવીરસિંહ એમ. બારોટ, ઉદયસિંહ એમ. બારોટે આમંત્રણ પાઠવ્યુ છે.

(3:44 pm IST)