Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

પૂ.સદાનંદી સુમતિ ગુરૂણીની પાવન ઉપસ્થિતિમાં

નેમિનાથ વિતરાગ સ્થા.જૈન સંઘમાંએક સાંજી તપસ્વીકે નામ સંપન્નઃ નવલખા જાપનો પ્રારંભ

 

રાજકોટ,તા.૨૩: ગો.સં.ના તપસમ્રાટ પૂ.ગુરૂદેવ શ્રી રતિલાલજી મ.સા. અને ધ્યાન સાધક પૂ.ગુરૂદેવ શ્રી હસમુખમુની મ.સા.એવં પૂ.મુકત- લીલમ ગુરૂણીના સુશિષ્યા સદાનંદી પૂ.બા.બ્ર.સુમતિ ગુરૂણીની પાવન ઉપસ્થિતિમાં ડો.પૂ.સુજિતાબાઈ મ., પૂ.અંજિતાબાઈ મ.સ.ના લોગસ્સ અનુપૂર્વિ યંત્ર તપની સાથે શ્રી શેઠ ઉપાશ્રય- રોયલ પાર્ક રાજગીરી અને નેમિનાથ વિતરાગ શ્રી સંઘના તપસ્વીઓની અનુમોદના અર્થે તા.૨૦ના રોજ બે સામાયિક સહિત તપ અનુમોદનાનો કાર્યક્રમ રાખવામાં આવેલ.

જેમાં નેમિનાથ વિતરણ મહિલા મંડળ પદ્માવતી પુત્રવધુ મંડળ- શિબિરાર્થી આમંત્રિત બહેનો- લાભાર્થી પરિવાર વગેરેની ઉપસ્થિતિમાં મંગલાચરણ બાદ નેમિનાથ મહિલા મંડળના ઉપપ્રમુખ સુધાબેન મહેતાએ સ્વાગત તપ સાંજીના ગીત- પદ્માવતી પુત્રવધુ મંડળના પ્રફુલ્લાબેન, નયનાબેન જ્ઞાન સાથે ગમ્મત થાય તેવી કવીઝ, નેમિનાથ મહિલા મંડળના પ્રમુખ હંસાબેન સંઘવીએ ગેમનો પ્રોગ્રામ રાખેલ. ઉત્સાહી પૂ.અંજિતાબાઈ મ.એ તપ સાંજીના માહોલ વચ્ચે વેરાયટી કવીઝ દ્વારા સર્વ બહેનોને જ્ઞાન સાથે ગમ્મત કરાવેલ ડો.પૂ.સુમ્તિાબાઈ એ પ્રાંસગિક પ્રવચન ફરમાવેલ. સદાનંદી પૂ.સુમતિ ગુરૂણીએ મંગલ આશિર્વાદ સહ માંગલીક ફરમાવેલ.

તપસ્વીઓની અનુમોદના માતુશ્રી અનસુયાબેન મહેતા, ગીતાબેન દોશી, કલ્પનાબેન ગુઠકા, માલતીબેન શાહ, શિતલબેન શેઠ તપ સાંજીની પ્રભાવના સ્વ.સુધાબેન દુધરેજીયા, સ્વ.મધુબેન એસ.કામાણી ગુરૂભકત તરફથી રાખવામાં આવેલ. અલ્પાહાર માતુશ્રી ધનકુંવરબેન વનેચંદભાઈ કામદાર હ. શ્રીયા અ.સૌ. રંજનબેન રસીકભાઈ પાનસુરીયા (રસ ગુંજન) પરિવારે લીધેલ. લકકી ડ્રો એક શ્રાવિકાબેન તરફથી યોજાયેલ. કુમારી ધારા જીતેન્દ્રભાઈ બેનાણી, સુશિલાબેન ઈન્દુભાઈ બદાણી તરફથી બંને મહિલા મંડળને કવર અર્પણ કરવામાં આવેલ.

નેમિનાથ શ્રી સંઘમાં જ્ઞાનદાનનો બાળકોને લાભ આપી રહેલ ભાવનાબેન કોઠારી, દીલીપભાઈ દોશી, કિરણબેન શાહ, બાલ તપસ્વી અમીબેનનું બહુમાન ગુરૂણી ભકત તરફથી કરવામાં આવેલ. આ કાર્યક્રમની વ્યવસ્થામાં કમિટી મેમ્બરો યુવક મંડળ બંને મંડળના બહેનોએ સેવા આપેલ.

શ્રી સંઘમાં નવલખા જાપનું આયોજન કરવામાં આવેલ છે. જેના લાભાર્થીઃ- સ્વ.અનસુયાબેન નટુભાઈ શેઠ વીસાવદરવાળા તરફથી છે. સદાનંદી ગ્રુપના પૂ.બંને મહાસતીજીના પદાર્પણથી શ્રીસંઘમાં પર્યુષણ પૂર્વેજ પર્યુષણ જેવો માહોલ જામ્યો છે. પર્યુષણ પર્વમાં વિશિષ્ટ ધાર્મિક કાર્યક્રમોની સાથે પ્રવચનનો સમય ૯:૧૫ થી ૧૦:૩૦ રાખવામાં આવેલ છે. સર્વને લાભ લેવા ભાવ ભર્યું આમંત્રણ છે. એમ પ્રમુખ ભરતભાઈ દોશીની યાદીમાં જણાવે છે.

(3:35 pm IST)