Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

જય ઈન્ટરનેશનલ સ્કૂલ અને શાશ્વત સુર સંગમ ગ્રુપ દ્વારા કરાઓકે- મ્યુઝીક પ્રોગ્રામનું આયોજન

મણિયાર હોલ ખાતે રાત્રે ૮:૩૦ કલાકથી પ્રણવ જોશી અને અન્ય કલાકારો દ્વારા ગાયનો રજૂ કરાશેઃ સંગીત રસીકો-જાહેર જનતા માટે કાર્યક્રમમાં નિઃશુલ્ક પ્રવેશ

રાજકોટઃ તા.૨૩, જીનિયસ ગૃપ ઓફ ઇન્સ્ટીટ્યુશન્સ દ્વારા વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપરાંત શાળાના શિક્ષકો અને કર્મચારીઓની વિકાસ અને તેમની પ્રતિભાઓને પ્રોત્સાહિત કરવા માટે હમેશા તત્પર રહે છે. આગામી તા. ૨૫ ઓગષ્ટના દિવસે જન્માષ્ટમીના પવિત્ર તહેવારમાં જય ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રતિભાવંત શિક્ષક અને કલાકાર  શ્રી પ્રણવ ભાઈ જોષીને યોગ્ય મંચ પુરુ પાડવાના હેતુ સાથે શાશ્વત સૂર સંગમ ગૃ૫ આયોજીત અને જય ઇન્ટરનેશનલ સ્કૂલના સહયોગથી અરવિદભાઈ મણિયાર હોલ ખાતે કરાઓકે મ્યુઝીક પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવ્યું છે.

 કરાઓકે મ્યુઝીક પ્રોગ્રામમાં ગાયક તરીકે પ્રણવ ભાઇ જોષી, રાજેન્દ્રભાઇ ઠાકર, નરેન્દ્રભાઇ વ્યાસ, ઇશાનભાઇ ઠાકર અને પંકજભાઇ ઝાલા તેમની પ્રતિભાઓ રજૂ કરશે.  કાર્યક્રમમાં જય ઇન્ટરનેશનલ સ્કૂલના ચેરમેન  ભરતભાઈ તંતી, જીનીયસ ગૃપ ઓફ ઇન્સ્ટીટ્યુશન્સ ચેરમેન ડી. વી. મહેતા, જયોતી સીએનસી ઓટોમેશન લી. ના સ્થાપક   પરાક્રમસિંહ જાડેજા, બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઇ ઉપાધ્યાય, ભુતપુર્વ એડવોકેટ અને સંગીત ક્ષેત્રમાં પ૦ વર્ષનો અનુભવ ધરાવતા ઓર્ગન વાદક   લલીતભાઈ ત્રિવેદી, ગાર્ગી વિધાપીઠ અને રાજકોટ ઇન્ટરનેશનલ સ્કૂલના મેનેજીંગ ડીરેકટર શ્રી જયભાઇ મહેતા ખાસ ઉપસ્થિત રહેશે અને કલાકારો ને પ્રોત્સાહિત કરશે.

આ કાર્યક્રમના સફળ આયોજન માટે જય ઈન્ટરનેશનલ સ્કૂલ ની ટીમ અને શાશ્વત સૂર સંગમ ગૃપના હોદેદારો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે. આયોજકો દ્વારા સંગીત રસીકો અને જાહેર જનતાને આ સુરીલી સાંજ માણવા માટે નિમંત્રિત કરવામાં આવે છે.

(3:30 pm IST)