Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

કાલાવડ રોડ પર જબરો ફૂવારો

લાખો ગેલન પાણી વેડફાયું

શહેરના કાલાવડ રોડ પર તાલુકા પોલીસ સ્ટેશનની સામેના ભાગે આજે બપોરે અચાનક ન્યારીથી આજીડેમ સુધીની ટ્રાન્સફર પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા ૪૦ થી ૪૫ ફુટ ઉંચે સુધી પાણીનો જબરો ફૂવારો સર્જાયો હતો. આને કારણે પાણીની રેલમછેલ થઇ ગઇ હતી...લાખો ગેલન પાણી વેડફાઇ ગયું હતું. લોકો આ ફૂવારો જોવા ઉભા રહી ગયા હતાં. વોર્ડ નં. ૧૦ના કોંગી કોર્પોરેટર મનસુખભાઇ કાલરીયાને માહિતી મળતાં તેઓમે આર.એમ.સી.ના ઇજનેરોને જાણ કરી હતી. તંત્ર દ્વારા તાકીદે ફોલ્ટ રિપેર કરવા કામગીરી હાથ ધરાઇ હતી. (ફોટોઃ અશોક બગથરીયા)

(3:30 pm IST)