Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની GST અપીલ ટ્રીબ્યુનલ બેન્ચની રાજકોટ ખાતે ફાળવણીની માંગણીની રજુઆતને મળેલ ભવ્ય સફળતા..

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા જયારથી GST અમલીકરણ થયું છે ત્યારથી વેપારી-ઉદ્યોગકારો ને GST અંતર્ગત ઉદ્વભતા પ્રશ્નો અને તેના નિરાકરણ માટે રાજકોટ ચેમ્બરએ લેખિત તથા રૂબરૂ મળી ખુબ જ મોટા પ્રમાણમાં રજુઆતો કરેલ છે. તેમજ આ અંગે ઘણા મહત્વના સેમિનારો પણ યોજેલ છે.જેમાં મહત્તમ પ્રશ્નોનું નિરાકરણ પણ થયેલ છે. ત્યા આ નવા GST કાયદાનાઅમલવારી દરમ્યાન અપીલને લગતા કેસો વધશે, ત્યારે આ સંદર્ભે કેન્દ્ર સરકાર દ્વારા GST અપીલ ટ્રીબ્યુનલ બ્રાન્ચની રચના કરવાની પ્રક્રિયા ચાલતી હતી ત્યારથી જ રાજકોટ ચેમ્બર દ્વારા વેપાર-ઉદ્યોગકારોના હિતને ધ્યાનમાં રાખી રાજકોટ ખાતે GST અપીલ  ટ્રીબ્યુનલ બેન્ચની ફાળવણી કરવામાંઆવે તે માટે કેન્દ્ર તથા રાજય સરકારમાં રજુઆતો કરવામાં આવેલ હતી તેના ફળસ્વરૂપે કેન્દ્ર સરકાર દ્વારા રાજકોટ ખાતે GST અપીલ ટ્રીબ્યુનલ બેન્ચની ફાળવણી કરવામાં આવેલ છે. આમ રાજકોટ ખાતે આ બ્રાન્ચની ફાળવણી થતાં રાજકોટ-સોૈરાષ્ટ્રના ઉદ્યોગકારોને અપીલને લગતા કેસો માટે ગાંધીનગર કે અમદાવાદ સુધીના લાંબા ધક્કા ખાવા નહીં પડે અને ખર્ચ તથા સમય પણ બચી જશે. આથી આ GST અપીલ ટ્રીબ્યુનલ બ્રાન્ચની ફાળવણીથી રાજકોટ-સોૈરાષ્ટ્રના ઉદ્યોગકારોમાં હર્ષની લાગણી છવાયેલ છે અને રાજકોટ ચેમ્બર આ નિર્ણય લેવા બદલ આભાર વ્યકત કરેલ છે, તેમ અખબારી યાદીમાં જણાવેલ છે. (૩.૧૨)

(3:29 pm IST)