Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

રાજકોટ જીલ્લામાં જુગારના ૮ દરોડાઃ ૫૧ પકડાયા

ભાડલાના ગઢડીયા (જામ) ગામે ૧૧, કાંગશીયાળીમાં ૬, ભાયાવદરમાં પ, ગોંડલના દેવડામાં ૧૦, વિંછીયાના સમઢીયાળામાં ૬, જેતપુરમાં ૬ તથા ચાંપરાજપુર ગામે ૪ શખ્સો પતા ટીંચતા પોલીસની ઝપટે ચડી ગયા

રાજકોટ તા. ર૩ :.. જીલ્લામાં જૂગારની મૌસમ પુરબહારમાં ખીલી હોય તેમ અલગ અલગ સાત દરોડામાં પ૧ પતાપ્રેમીઓ પોલીસની ઝપટે ચડી ગયા હતાં.

પ્રથમ દરોડામાં ભાડલા પોલીસ સ્ટેશનના પો. સબ. ઇન્સ. આર. પી. કોડીયાતરની સુચનાથી નાઇટ રાઉન્ડમાં નીકળેલ કયુઆરટી પો. હેડ કોન્સ. વલ્લભભાઇ બાવળીયા તથા કયુઆરટી પો. કોન્સ. લાલજીભાઇ તલસાણીયાને મળેલ સંયુકત બાતમી હકિકતા આધારે પેટ્રોલીંગમં નિકળેલ પો. હેડ કોન્સ. અશ્વિનભાઇ ગોપાલભાઇ, પો. કોન્સ. સુનિલભાઇ તલસાણીયા તથા પો. કોન્સ્. મહાવીરભાઇ બોરીચાને હકિકત વાળી જગ્યાએ બોલાવી ગઢીયા (જામ) ગામમાં જૂગારની રેઇડ કરી જૂગાર રમતા રાજેશ ગોરધનભાઇ બાવળીયા, રસીક ચોથાભાઇ જાંબુકીયા, સાગર છગનભાઇ જાંબુકીયા, સાગર વાલજીભાઇ જાંબુકીયા, અમિત છગનભાઇ જાંબુકીયા, જગદીશ ગોવિંદભાઇ બાવળીયા, જેન્તી ચોથાભઇ જાંબુકીયા, મહેશ કરણાભાઇ ધાડવી, અશ્વિન પાંચાભાઇ જાંબુીકયા, કિશન ભગાભાઇ બાવળીયા તથા સંદીપ રામજીભાઇ મેર રહે. બધા ગઢીયા(જામ) તા. જસદણ વળો કુલ મુદામાલ રોકડ રૂપિયા રૂ. ૧૩૧પ૦ તથા ગંજીપતા સાથે પકડી પાડી  કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

બીજા દરોડામાં શાપર-વેરાવળ પોલીસે કાંગશીયાળી ગામની સીમ કલ્પવન સોસા. પાસે આવેલ શીવ મંદિર પાસે રેઇડ કરી જુગાર રમતા (૧) વિજયાબેન મગનભાઇ પીપરડીયા રહે. કાંગશીયાળી ગામની સીમ કલ્પવન સોસા. બ્લોક નં. સી-ર રૂમ. નં. ૮૦૦ (ર) ધારીતાબેન નીલેશભાઇ કાલાવડીયા ઉ.વ. ૩૧ ધંધો ઘરકામ રહે. કાંગશીયાળી ગામની સીમ કલ્પવન સોસા. બ્લોક નં. સી-ર રૂમ નં. ૩૦૦ (૩) સીમાબેન રોહિતભાઇ નાદપરા રહે. કાંગશીયાળી ગામની સીમ કલ્પવન સોસા. બ્લોક નં. સી-ર રૂમ નં. ૩૦૧ (૪) મંદાબેન રમેશભાઇ કનેરીયા રહે. કાંગશીયાળી ગામની સીમ કલ્પવન સોસા. બ્લોક નં. બી-ર રૂમ. નં. પ૦૭ (પ) કૌશલ્યાબેન રમેશભાઇ ભાલોડીયા રહે. કાંગશીયાળી ગામની સીમ કલ્પવન સોસા. બ્લોક નં. સી-ર રૂમ નં. ૭૦૮ તથા (૬) જયશ્રીબેન ધીરૂભાઇ માકડીયા રહે. કાંગશીયાળી ગામની સીમ કલ્પવન સોસા. બ્લોક નં. બી-ર રૂમ નં. ૩૦ને રોકડા ૧૬,૧પ૦ અને ગંજીપતા સાથે ઝડપી લીધા હતા.

ત્રીજા દરોડામાં ભાયાવદર પોલીસે ભાયાવદરમાં કુલવાડી શેરીમાં રેઇડ કરી જુગાર રમતા (૧)ધવલ રમણીકભાઇ રામાણી રહે ભાયાવદર ફુલવાડી શેરી (૨)મનીશ મકનભાઇ કટારા રહે ભાયાવદર ખેતલા શેરી (૩)આશીષ ભીખુભાઇ માકડીયા રહે. ભાયાવદર ફુલવાડી શેરી (૪)રાકેશ ભીખુભાઇ રામાણી, રહે ભાયાવદર ફુલવાડી શેરી તથા (૫) રવિ ધીરૂભાઇ રામાણી ભાયાવદર ફુલવાડી શેરીને રોકડા રૂ.૧૨૨૦૦ અને ગંજીપતા સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

ચોથા દરોડામાં ગોંડલ તાલુકા પોલીસે દેવળા ગામે મફતીયાપરામાં શેરીમાં રેઇડ કરી જૂગાર રમતા અલ્પેશ પ્રતાપગીરી ગોસાઇ, ચિરાગ પ્રકાશભાઇ ગોસ્વામી, ગોપાલ જેઠીરામભાઇ દેવમુરારી, દાનીશ મહેબુબભાઇ બાલાપરીયા, તેજશ રવજીભાઇ પાનસુરીયા, રમેશ બટુકભાઇ દેગામા, વલ્લભ ભાદાભાઇ ઝીઝવાડીયા, તરંગ જીવરાજભાઇ ગજેરા, અમીરાજ બાબુભાઇ ગેવરીયા તથા ભનુ દેવરાજભાઇ ડાભી, આરોપી નંબર ૧ થી ૮ રહે. દેવળા તા. ગોંડલ નં. ૯ રહે. બાંટવા દેવળકી તા. કુંકાવાવ જી. અમરેલી નં. ૧૦ રહે. વાડસડા તા. જેતપુરને રોકડા રૂ. ૧૦૯૧૦ તથા ગંજીપતા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ રેઇડ દરમિયાન બકુલ રાઠોડ નાસી છૂટયો હતો.

પાંચમાં દરોડામાં વિંછીયા પોલીસે સમઢીયાળા ગામે રેડ કરી જુગાર રમતા શૈલેષ નિલેશભાઇ દોશી રહે વિંછીયા, સંદીપ મનુભાઇ ધાધલ રહે. તા.વિંછીયા, ડાયા મોહનભાઇ ધોરીયા, રહે. સમઢીયાળા, રમેશ ગોવિંદભાઇ રહે. સમઢીયાળા, વલ્લભ વિરજીભાઇ કોળી ઉ.ર૬ રહે. સમઢીયાળા તથા બાબુ લાલજીભાઇ કોળી ઉ.પ૦ રહે.સમઢીયાળા તા.વિંછીયા, તા.રર/૮/ર૦૧૯ ના કલાક ર વાગ્યે ને રોકડા રૂ. ૧૦૧૬૦ અને ગંજીપતા સાથે ઝડપી લીધા હતા.

છઠ્ઠા દરોડામાં જેતપુર સીટી પોલીસે જેતપુર ભોજાધાર રોકડીયા હનુમાનજી મંદિર પાસે વડલા નીચે રેઇડ કરી જૂગાર રમતા પરેશ ઉર્ફે પકો ધીરૂભાઇ ગોહેલ, જેતપુર ભોજાધાર રોકડીયા હનુમાનજી મંદિર પાસે, જેન્તી ઉર્ફે કારો વાલજીભાઇ ભાડલીયા રહે. જેતપુર ભોજાધાર રોકડીયા હનુમાનજી મંદિર પાસે, પ્રજેશગીરી શાંતીગર ગૌસ્વામી, રહે. જેતપુર ભોજાધાર રોકડીયા હનુમાનજી મંદિર પાસે,  રણજી ઉર્ફે ભકો જશાભાઇ ખોડા રહે. જેતપુર ભોજાધાર રોકડીયા હનુમાનજી મંદિર પાસે, કાનજી ઉર્ફે કાનો સાદુરભાઇ ચૌહાણ રહે. જેતપુર ભોજાધાર મહાકાળી ચોક પહેલા હનુમાનજીના મંદિર પાસે, અશોક ચકાભાઇ જમોડ રહે. જેતપુર ભોજાધાર પાવર હાઉસ પાસે તથા અરવિંદ ઉર્ફે કાળુ દેવશીભાઇ ભરવાડ રહે જેતપુર ભોજાધાર પ્રાથમિક શાળાને રોકડા રૂ. ૩પ,૯૭૦ અને ગંજીપતા સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

સાતમા દરોડામાં જેતપુર તાલુકા પોલીસે ચાંપરાજપુર ગામે રેડ કરી જુગાર રમતા રાજેશ માવજીભાઇ બુટાણી, મુકેશ મનસુખભાઇ ડેડાણીયા, સુધીર દીનેશભાઇ બુટાણી તથા રણજીત દાદભાઇ કાઠીને રોકડા રૂ.૧૦૦ર૦ અને ગંજીપતા સાથે ઝડપી લીધા હતા આ રેઇડ દરમિયાન ભરત ભનુભાઇ કોળી તથા કિરીટ રઘુભાઇ કોળી નામના શખ્સો નાસી છુટયા હતા.

આઠમા દરોડામાં જસદણ પોલીસે કોઠી ગામના સ્મશાન પાછળ બાવળની ખુલ્લી ઝાડી પાસે રેઇડ કરી જુગાર રમતા (૧) કિશન ઉર્ફે ભગત ગગજીભાઇ ઉગરેજા રહે. કમળાપુર (ર) સંજય ભીખાભાઇ રાઠોડ રહે. કોઠી તથા (૩) સવજીભાઇ ગગજીભાઇ રાઠોડ રહે. કોઠી તા. જસદણ ને ૧૦૪૧૦ અને ગંજીપતા સાથે ઝડપી લીધા હતા.

 

(1:38 pm IST)