Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

દેશની જનતાનું રાષ્ટ્રવાદને સમર્થનઃ ભાનુબેન બાબરીયા

રાજકોટ તા. ર૩: દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં યોજાયેલ દેશની ઐતિહાસિક લોકસભાની ચૂંટણીમાં ફરી ભારતીય જનતા પાર્ટી તોતીંગ બહુમતી સાથે વિજય તરફ આગળ વધી રહી છે ત્યારે આ અંગે રાષ્ટ્રીય અનુ. જાતિના મંત્રી અને પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે, દેશની જનતાએ વિજયના વિશ્વાસ સાથે રાષ્ટ્રવાદને સમર્થન આપી ભાજપને ભવ્ય વિજય તરફ આગળ ધપાવ્યો છે.

ભાજપની જીત ખરા અર્થમાં દેશની જનતાની જીત છે અને દેશની જનતા એ નરેન્દ્રભાઇ મોદીની લોકપ્રિયતા અને ભાજપના નેતૃત્વમાં થઇ રહેલ વિકાસમાં મતરૂપી વિશ્વાસ વ્યકત કર્યો છે. આમ ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું.

(4:53 pm IST)
  • મુંબઈ ઉત્તર લોકસભાની બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અભિનેત્રી ઉર્મિલા માતોડકર હાર્યા : ભાજપના ગોપાલ શેટ્ટીએ જંગી મતોથી હરાવ્યા access_time 12:42 pm IST

  • દિલ્હીના ભાજપ કાર્યાલયે જશ્નની ભવ્ય તૈયારીઓ : ૫ વાગ્યે નરેન્દ્રભાઈ પહોંચશે : ગાંધીનગરના કમલમ્ ખાતે પ્રચંડ ઉત્સાહનો જુવાળ access_time 12:44 pm IST

  • ચીનના રાષ્ટ્રપતિ શી જીનપીંગે પણ નરેન્દ્રભાઈને શુભેચ્છા પાઠવી access_time 4:58 pm IST