Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

પી.ડી.એમ કોલેજ વિસ્તારમાં વૃક્ષ ધરાશયઃ તંત્રની બેદરકારી છતીઃ જવાબદાર સામે પગલા લેવા જાગૃતિબેનની માંગ

રાજકોટઃ શહેરનાં વોર્ડ નં.૧૩નાં પી.ડી.એમ કોલેજ પાસે શ્રધ્ધા સ્કુલ વિસ્તારમાં ગઇકાલ સાંજે વુક્ષ ધરશાય થયુ હતુ. આ વૃક્ષ પડતા કાર, એકટીવા તથા વીજ થાંભલાનો કચ્ચરધાણ બોલી ગયો હતો. આ અંગે વોર્ડ નં.૧૩નાં કોંગી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે જણાવ્યુ હતુ કે, તા.૧૯ મેનાં આ વૃક્ષ પડવાની મ્યુ.કોર્પોરેશનનાં ગાર્ડન વિભાગ અને ફાયર બિગ્રેડમાં ફરીયાદ નોંધાવવામાં આવી હતી પરંતુ તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં નહિ ગઇકાલ સાંજે આ ઝાડ ધરાશય થતા તંત્રની બેદરકારી છતી થવા પામી છે. આ બાબતે જવાબદારો સામે પગલા લેવા કોંગી કોર્પોરેટર જાગૃતિબેન દ્વારા મ્યુ.કમિશ્નરને રજૂઆત કરી છે.

(4:53 pm IST)