Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

વિરાણી બહેરા મુંગા શાળાને ગારડી એવોર્ડ

તાજેતરમાં સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી રૂક્ષમણીબેન દિપચંદભાઇ ગારડી દીકરાનું ઘર વૃધ્ધાશ્રમ દ્વારા સાત સેવા રત્નોને એવોર્ડ આપી સન્માનીત કરાયા તેમાં દિવ્યાંગ (મુક બધીર) બાળકોની સંસ્થા વિરાણી બહેરા મુંગા શાળાને એવોર્ડ એનાયત કરાતા ચોમેરથી અભિનંદનવર્ષા થઇ રહી છે. વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્રભાઇ ત્રિવેદીની અધ્યક્ષતામાં યોજાયેલ સમારોહમાં આણદાબાવા આશ્રમના સ્વામીજીના હસ્તે આ એવોર્ડ વીરાણી બહેરા મુંગા શાળાના પ્રમુખ રજનીભાઇ બાવીશી, માનદમંત્રી હસુભાઇ જોષી, ટ્રસ્ટી સી.એ. પ્રવિણભાઇ ધોળકીયા, વ્યવસ્થાપક મંડળના સભ્ય ડો. નરેન્દ્રભાઇ દવેને અર્પણ કરવામાં આવેલ તે સમયની તસ્વીર નજરે પડે છે.

(4:51 pm IST)